અ. ૯ સૂત્ર પ] [ પ૩પ વચનની પ્રવૃત્તિ અટકે અને જીવ પરમ ચૈતન્યમાં સ્થિર થાય, તે નિશ્ચયવચનગુપ્તિ છે. સંયમધારી મુનિ જ્યારે પોતાના આત્મસ્વરૂપ ચૈતન્યમય શરીરથી જડ શરીરનું ભેદજ્ઞાન કરે છે (અર્થાત્ શુદ્ધાત્માના અનુભવમાં લીન થાય છે) ત્યારે અંતરંગમાં પોતાના આત્માની ઉત્કૃષ્ટ મૂર્તિનું નિશ્ચલપણું થવું તે કાયગુપ્તિ છે.
(જુઓ, શ્રી નિયમસાર ગાથા ૬૯-૭૦ તથા તેની ટીકા પાનું ૮૪-૮પ)
(૩) અનાદિ અજ્ઞાની જીવોએ કદી સમ્યગ્ગુપ્તિ ધારણ કરી નથી. અનેકવાર દ્રવ્યલિંગી મુનિ થઇને જીવે શુભોપયોગરૂપ ગુપ્તિ- સમિતિ વગેરે નિરતિચાર પાળી, પણ તે સમ્યક્ ન હતી. સમ્યગ્દર્શન પ્રાપ્તિ કર્યા વગર કોઇ જીવને સમ્યગ્ગુપ્તિ થઇ શકે નહિ અને તેનું ભવભ્રમણ ટળે નહિ. માટે પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરીને ક્રમે ક્રમે આગળ વધીને સમ્યગ્ગુપ્તિ પ્રગટ કરવી જોઇએ.
(જુઓ, પંચાસ્તિકાય, ગાથા ૧૭૨, ટીકા; મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૨૪૭).
(૪) છઠ્ઠા ગુણસ્થાનવર્તી સાધુને શુભભાવરૂપ ગુપ્તિ પણ હોય છે, પણ તે આત્માનું સ્વરૂપ નથી; તે શુભ વિકલ્પ છે તેથી તે જ્ઞાનીને હેયબુદ્ધિએ હોય છે, કેમ કે તેનાથી બંધ થાય છે. તેને વ્યવહારગુપ્તિ કહેવાય છે. તે ટાળીને સાધુ નિર્વિકલ્પદશામાં સ્થિર થાય છે; તે સ્થિરતાને નિશ્ચયગુપ્તિ કહેવાય છે, તે નિશ્ચયગુપ્તિ સંવરનું કારણ છે. (જુઓ, શ્રી પ્રવચનસાર અ.૩ ગાથા ૨) ।। ૪।।
બીજા સૂત્રમાં સંવરના છ કારણો બતાવ્યા છે; તેમાંથી ગુપ્તિનું વર્ણન પૂરું થયું. હવે સમિતિનું વર્ણન કરે છે.
ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गाः समितयः ।। ५।।
સમ્યક્ એષણા, સમ્યક્ આદાનનિક્ષેપ અને સમ્યક્ ઉત્સર્ગ-એ પાંચ [समितयः] સમિતિ છે. (ચોથા સૂત્રનો ‘સમ્યક્’ શબ્દ આ સૂત્રમાં પણ લાગુ પડે છે.)
(૧) પરજીવોની રક્ષાર્થે યત્નાચાર પ્રવૃત્તિને ઘણા જીવો સમિતિ માને છે, પણ તે યથાર્થ નથી. કેમ કે હિંસાના પરિણામોથી તો પાપ થાય છે, અને જો રક્ષાના પરિણામોથી સંવર થાય છે એમ માનવામાં આવે તો પુણ્યબંધનું કારણ કોણ ઠરશે?