પ૩૬ ] [ મોક્ષશાસ્ત્ર વળી એષણાસમિતિમાં પણ તે અર્થ ઘટતો નથી, કેમ કે ત્યાં દોષ ટળે છે, પણ કાંઈ પર જીવની રક્ષાનું પ્રયોજન નથી.
(ર) પ્રશ્નઃ– તો પછી સમિતિનું ખરું સ્વરૂપ શું? ઉત્તરઃ– મુનિને કિંચિત્ રાગ થતાં ગમનાદિ ક્રિયા થાય છે; ત્યાં તે ક્રિયામાં અતિ આસક્તિના અભાવથી તેમને પ્રમાદરૂપ પ્રવૃત્તિ થતી નથી, તથા બીજા જીવોને દુઃખી કરીને પોતાનું ગમનાદિ પ્રયોજન સાધતા નથી તેથી તેમનાથી સ્વયં દયા પળાય છે; એ પ્રમાણે સાચી સમિતિ છે. (જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૨૩૨).
अ. અભેદ, ઉપચારરહિત જે રત્નત્રયનો માર્ગ તે માર્ગરૂપ પરમધર્મદ્વારા પોતાના આત્મસ્વરૂપમાં ‘સમ’ અર્થાત્ સમ્યક્ પ્રકારે ‘ઇતા’ અર્થાત્ ગમન તથા પરિણમન તે સમિતિ છે. અથવા ब. પોતાના આત્માના પરમતત્ત્વમાં લીન સ્વાભાવિક પરમજ્ઞાનાદિ પરમધર્મોની એકતા તે સમિતિ છે. આ સમિતિ સંવર- નિર્જરારૂપ છે (જુઓ, શ્રી નિયમસાર ગાથા ૬૧).
(૩) સમ્યગ્દ્રષ્ટિ જીવો જાણે છે કે આત્મા પર જીવોને હણી શકે નહિ, પરદ્રવ્યોનું કાંઈ કરી શકે નહિ, ભાષા બોલી શકે નહિ, શરીરનું હલન-ચલનાદિ કરી શકે નહિ; શરીર ચાલવા લાયક હોય ત્યારે સ્વયં ચાલે, પરમાણુઓ ભાષારૂપે પરિણમવાના હોય ત્યારે સ્વયં પરિણમે; પર જીવ તેના આયુષ્યની યોગ્યતા પ્રમાણે જીવે કે મરે; પણ તે કાર્યો વખતે પોતાની યોગ્યતાનુસાર જીવને રાગ હોય છે એટલો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે; તેથી નિમિત્ત અપેક્ષાએ સમિતિના પાંચ પ્રકાર પડે છે. ઉપાદાનમાં તો ભેદ પડતા નથી.
(૪) ગુપ્તિ નિવૃત્તિસ્વરૂપ છે અને સમિતિ પ્રવૃત્તિસ્વરૂપ છે. સમ્યગ્દ્રષ્ટિને સમિતિમાં જેટલે અંશે વીતરાગભાવ છે તેટલે અંશે સંવર છે અને જેટલે અંશે રાગ છે તેટલે અંશે બંધ છે.
(પ) મિથ્યાદ્રષ્ટિ જીવ તો એમ માને છે કે હું પર જીવોને બચાવી શકું તથા હું પરદ્રવ્યોનું કરી શકું, તેથી તેને સમિતિ હોતી જ નથી. દ્રવ્યલિંગી મુનિને શુભોપયોગરૂપ સમિતિ હોય છે પણ તે સમ્યક્સમિતિ નથી અને સંવરનું કારણ નથી; વળી તે તો શુભોપયોગને ધર્મ માને છે, તેથી તે મિથ્યાત્વી છે (જુઓ, શ્રી પંચાસ્તિકાય, ગાથા. ૧૭૨ ટીકા).
અ. ૬. સૂ. પ. માં પચીસ પ્રકારની ક્રિયાઓને આસ્રવનું કારણ કહ્યું છે; ત્યાં