Moksha Shastra (Gujarati). Sutra: 8 (Chapter 9).

< Previous Page   Next Page >


Page 545 of 655
PDF/HTML Page 600 of 710

 

પ૪૬ ] [ મોક્ષશાસ્ત્ર ધર્મ જ સહાયક છે, જિનેશ્વરભગવાને ઉપદેશેલો ધર્મ તે જ ધર્મ છે-એ પ્રકારે ચિંતવન કરવું તે ધર્મ અનુપ્રેક્ષા છે.

નિશ્ચયનયે આત્મા શ્રાવકધર્મ કે મુનિધર્મથી ભિન્ન છે, માટે માધ્યસ્થભાવ અર્થાત્ રાગદ્વેષરહિત શુદ્ધાત્માનું ચિંતવન કરવું તે ધર્મ ભાવના છે.

આ બારે ભેદો નિમિત્ત અપેક્ષાએ છે. ધર્મ તો વીતરાગભાવરૂપ એક જ છે; તેમાં ભેદ પડતા નથી. જ્યાં રાગ હોય ત્યાં ભેદ પડે છે.

૪. આ બાર ભાવના જ પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, આલોચના અને સમાધિ છે, માટે નિરંતર અનુપ્રેક્ષાનું ચિંતવન કરવું જોઈએ. (ભાવના અને અનુપ્રેક્ષા એ બન્ને એકાર્થ વાચક છે.)

પ. આ અનુપ્રેક્ષાઓનું ચિંતવન કરવાવાળા જીવો ઉત્તમક્ષમાદિ ધર્મો પાળે છે અને પરિષહોને જીતે છે તેથી તેનું કથન બન્નેની વચ્ચે કરવામાં આવ્યું ।। ।।

બીજા સૂત્રમાં કહેલા સંવરના છ કારણોમાંથી પહેલા ચાર કારણોનું વર્ણન પુરું થયું. હવે પાંચમું કારણ પરિષહજય છે તેનું વર્ણન કરે છે.

પરિષહ સહન કરવાનો ઉપદેશ

मार्गाच्यवननिर्जरार्थं परिसोढव्याः परिषहाः।। ८।।

અર્થઃ– [मार्ग अच्यवन निर्जरार्थ] સંવરના માર્ગથી ચ્યુત ન થવા માટે અને

કર્મોની નિર્જરાને માટે [परिसोढव्याः परिषहाः] બાવીસ પરિષહો સહન કરવા યોગ્ય છે. (આ સંવરનું વર્ણન ચાલતું હોવાથી. આ સૂત્રમાં કહેલા ‘मागं’ શબ્દનો અર્થ ‘સંવરનો માર્ગ’ એમ સમજવો.)

ટીકા

૧. અહીંથી શરૂ કરીને સત્તરમા સૂત્ર સુધી પરિષહનું વર્ણન છે. આ વિષયમાં જીવોની ઘણી ભૂલો થાય છે, માટે તે ભૂલો ટાળવા પરિષહજયનું યથાર્થ સ્વરૂપ અહીં જણાવ્યું છે. આ સૂત્રમાં પહેલો શબ્દ ‘मार्ग अच्यवन’ વાપર્યો છે તેનો અર્થ માર્ગથી ચ્યુત ન થવા માટે’ એવો થાય છે. જે જીવ માર્ગથી (સમ્યગ્દર્શનાદિથી) ચ્યુત થઈ જાય તેને સંવર ન થાય પણ બંધ થાય, કેમ કે તેણે પરિષહજય ન કર્યો પરંતુ પોતે વિકારથી હણાઈ ગયો. હવે પછીના સૂત્ર ૯-૧૦-૧૧ ની સાથે આ સૂત્રને મેળવવાની ખાસ જરૂર છે.