Moksha Shastra (Gujarati). Sutra: 9 (Chapter 9).

< Previous Page   Next Page >


Page 548 of 655
PDF/HTML Page 603 of 710

 

અ. ૯ સૂત્ર ૯ ] [ પ૪૯ ઉઠવો તેનું નામ પરિષહજય છે. ક્ષુધાદિ લાગતાં તેના નાશનો ઉપાય ન કરવો તેને કેટલાક જીવો પરિષહસહનતા માને છે, પણ તે મિથ્યા છે. ક્ષુધાદિ દૂર કરવાનો ઉપાય ન કર્યો પરંતુ અંતરંગમાં તો ક્ષુધાદિ અનિષ્ટ સામગ્રી મળતાં દુઃખી થયો તથા રતિ આદિનું કારણ (-ઇષ્ટ સામગ્રી) મળતાં સુખી થયો એવા દુઃખ-સુખરૂપ પરિણામ છે તે જ આર્ત્ત-રૌદ્રધ્યાન છે; એ ભાવોથી સંવર કેવી રીતે થાય? અને તેને પરિષહજય કેમ કહેવાય? જો દુઃખના કારણો મળતાં દુઃખી ન થાય તથા સુખના કારણો મળતાં સુખી ન થાય, પણ જ્ઞેયરૂપથી તેનો જાણનાર જ રહે તો જ તે પરિષહજય છે. ।। ।।

પરિષહના બાવીસ પ્રકાર

क्षुत्पिपासाशीतोष्णदंशमशकनाग्न्यारतिस्त्रीचर्यानिषद्याशय्याक्रोशवध– याचनाऽलाभरोगतृणस्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाऽज्ञानाऽदर्शनानि।। ९।।

અર્થઃ– [क्षुत् पिपासा शीत उष्ण दंशमशक] ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ,

દંશમશક, [नाग्न्य अरति स्त्री चर्या निषद्या शय्या] નાગ્ન્ય, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષદ્યા, શય્યા, [आक्रोश वध याचना अलाभ रोग तृणस्पर्श] આક્રોશ, વધ, યાચના અલાભ, રોગ, તૃણસ્પર્શ, [मल सत्कारपुरस्कार प्रज्ञा अज्ञान अदर्शनानि] મલ, સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદર્શન-એ બાવીશ પ્રકારના પરિષહ છે.

ટીકા
૧. આઠમા સૂત્રમાં આપેલા ‘परिसोढव्याः’ શબ્દનું અવતરણ આ સૂત્રમાં

સમજવું; તેથી દરેક બોલની સાથે ‘परिसोढव्याः’ શબ્દ લાગુ પાડીને અર્થ કરવો એટલે કે આ સૂત્રમાં કહેલા બાવીશ પરિષહો સહન કરવા યોગ્ય છે. જ્યાં સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક ચારિત્રદશા હોય ત્યાં પરિષહનું સહન હોય છે. મુખ્યપણે મુનિદશામાં પરિષહજય હોય છે. અજ્ઞાનીને પરિષહજય હોય જ નહિ, કેમ કે પરિષહજય તે તો સમ્યગ્દર્શનપૂર્વકનો વીતરાગભાવ છે.

ર. અજ્ઞાનીઓ એમ માને છે કે પરિષહ સહન કરવા તે દુઃખ છે પણ તેમ નથી; ‘પરિષહ સહન કરવા’ તેનો અર્થ દુઃખ ભોગવવું એમ થતો નથી. કેમ કે જે ભાવથી જીવને દુઃખ થાય તે તો આર્ત્તધ્યાન છે અને તે પાપ છે, તેનાથી અશુભબંધન છે અને અહીં તો સંવરના કારણોનું વર્ણન ચાલે છે. લોકોની દ્રષ્ટિએ બાહ્ય સંયોગ ગમે તેવા પ્રતિકૂળ હોય કે અનુકૂળ હોય તોપણ દ્વેષ કે રાગ થવા ન દેવો એટલે કે વીતરાગભાવ પ્રગટ કરવો તેનું જ નામ પરિષહજય છે-અર્થાત્ તેને જ પરિષહજય સહન કર્યા કહેવાય