અ. ૯ સૂત્ર ૧૦ ] [ પપપ તે અંતરાયકર્મના ઉદયની હાજરી બતાવે છે. કર્મનો ઉદય, અદર્શન કે અલાભ તે કોઈ બંધના કારણો નથી, અલાભ એ તે પરદ્રવ્યનો વિયોગ (અભાવ) સૂચવે છે, તે કાંઈ જીવને વિક્રિયા કરી શકે નહિ, માટે તે બંધનું કારણ નથી.
(૧૦) ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ-એ છએ શરીર અને તેની સાથે સંબંધ રાખનારા પરદ્રવ્યોની અવસ્થા છે. તે માત્ર વેદનીયનો ઉદય સૂચવે છે, પણ તે કોઈ પણ જીવને વિક્રિયા ઉત્પન્ન કરી શકતાં નથી. ।। ૯।।
બાવીસ પરિષહોનું વર્ણન કર્યું તેમાંથી કયા ગુણસ્થાને કેટલા પરિષહો હોય છે તેનું વર્ણન હવે કરે છે.
सूक्ष्मसांपरायछद्मस्थवीतरागयोश्चतृर्दश।। १०।।
[छद्मस्थवीतरागयोः चतुर्दश] છદ્મસ્થ વીતરાગોને ચૌદ પરિષહ હોય છે.
મોહ અને યોગના નિમિત્તે થતા આત્મપરિણામોની તારતમ્યતાને ગુણસ્થાન કહે છે; તે ચૌદ છે, સૂક્ષ્મસાંપરાય તે દસમું ગુણસ્થાન છે અને છદ્મસ્થ વીતરાગપણું અગીઆર તથા બારમા ગુણસ્થાને હોય છે; આ ત્રણ ગુણસ્થાને ચૌદ પરિષહ હોય છે. તે આ પ્રમાણે-૧. ક્ષુધા; ૨. તૃષા; ૩. શીત; ૪. ઉષ્ણ; પ. દંશમશક; ૬. ચર્યા; ૭. શય્યા; ૮. વધ; ૯. અલાભ; ૧૦. રોગ; ૧૧. તૃણસ્પર્શ; ૧૨. મલ; ૧૩. પ્રજ્ઞા અને ૧૪. અજ્ઞાન. આ સિવાયના ૧. નગ્નતા; ર. સંયમમાં અપ્રીતિ (-અરતિ); ૩. સ્ત્રી- અવલોકન-સ્પર્શ; ૪. આસન (નિષદ્યા); પ. દુર્વચન (-આક્રોશ); ૬. યાચના; ૭. સત્કારપુરસ્કાર અને ૮. અદર્શન એ આઠ મોહકર્મજનિત પરિષહો ત્યાં હોતા નથી.
ર. પ્રશ્નઃ– દશમા સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાને તો લોભકષાયનો ઉદય છે તો પછી ત્યાં આ આઠ પરિષહો કેમ નથી?
ઉત્તરઃ– સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાને મોહનો ઉદય અત્યંત અલ્પ છે અર્થાત્ નામમાત્ર છે તેથી ત્યાં ઉપર કહેલા ચૌદ પરિષહનો સદ્ભાવ અને બાકીના આઠ પરિષહનો અભાવ કહ્યો તે યુક્ત છે; કેમ કે તે ગુણસ્થાને એકલા સંજ્વલન લોભ કષાયનો ઉદય છે અને તે પણ ઘણો અલ્પ છે-કહેવા માત્ર છે; તેથી સૂક્ષ્મસાંપરાય અને વીતરાગ છદ્મસ્થની તુલ્યતા ગણીને ચૌદ પરિષહ કહ્યા છે; તે નિયમ બરાબર છે.