Moksha Shastra (Gujarati). Sutra: 15-17 (Chapter 9).

< Previous Page   Next Page >


Page 562 of 655
PDF/HTML Page 617 of 710

 

અ. ૯ સૂત્ર ૧પ-૧૬-૧૭ ] [ પ૬૩

અર્થઃ– [दर्शनमोह] દર્શનમોહનીયના ઉદયથી [अदर्शन] અદર્શનપરિષહ

અને [अंतराययोः अलाभौ] અંતરાયકર્મના ઉદયથી અલાભપરિષહ હોય છે.

તેરમા સૂત્રની ટીકા મુજબ અહીં સમજવું।। ૧૪।।
ચારિત્રમોહનીયકર્મના ઉદયથી થતા પરિષહો
चारित्रमोहे नाग्न्यारतिस्त्रीनिषद्याक्रोशयाचनासत्कारपुरस्काराः।। १५।।
અર્થઃ– [चारित्रमोहे] ચારિત્રમોહનીયના ઉદયથી [नाग्न्य अरति स्त्री]

નાગ્ન્ય, અરતિ, સ્ત્રી, [निषद्या आक्रोश याचना सत्कार–पुरस्कारः] નિષદ્યા, આક્રોશ, યાચના, અને સત્કારપુરસ્કાર એ સાત પરિષહો હોય છે.

તેરમા સૂત્રની ટીકા મુજબ અહીં સમજવું।। ૧પ।।
વેદનીયકર્મના ઉદયથી થતા પરિષહો
वेदनीये शेषाः।। १६।।
અર્થઃ– [वेदनीये] વેદનીયકર્મના ઉદયથી [शेषाः] બાકીના અગીઆર અર્થાત્

ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મળ, એ પરિષહો હોય છે.

તેરમા સૂત્રની ટીકા મુજબ અહીં સમજવું.

એક જીવને એક સાથે થતા પરિષહોની સંખ્યા एकादयो भाज्या युगपदेकस्मिन्नैकोनविंशतेः।। १७।।

અર્થઃ– [एकस्मिन् युगपत्] એક જીવને એક સાથે [एकादयो आ

एकोनविंशतेः] એકથી શરૂ કરીને ઓગણીસ પરિષહો સુધી [भाज्याः] જાણવા જોઈએ.

૧. એક જીવને એક વખતે વધારેમાં વધારે ઓગણીસ પરિષહ હોઈ શકે છે, કેમકે શીત અને ઉષ્ણ એ બેમાંથી એક વખતે એક જ હોય છે અને શય્યા, ચર્યા તથા નિષદ્યા (-સૂવું, ચાલવું તથા આસનમાં રહેવું) એ ત્રણમાંથી એક કાળે એક જ હોય છે; આ રીતે એ ત્રણ પરિષહો બાદ કરવાથી બાકીના ઓગણીસ પરિષહો હોઈ શકે છે.

૨. પ્રશ્નઃ– પ્રજ્ઞા અને અજ્ઞાન એ બન્ને પણ એકી સાથે હોઈ શકે નહિ માટે એક પરિષહ વધારે બાદ કરવો જોઈએ.