Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 571 of 655
PDF/HTML Page 626 of 710

 

પ૭૨] [ મોક્ષશાસ્ત્ર

(૧) આહાર ન લેવાનો જે રાગ મિશ્રિત વિચાર આવે છે તે શુભભાવ છે અને તેનું ફળ પણ્ય-બંધન છે; હું તેનો સ્વામી નથી.

(૨) અન્ન, પાણી વગેરે પર વસ્તુઓ છે; આત્મા તેને કોઈ પ્રકારે ગ્રહી કે છોડી શકે નહિ. પણ જ્યારે સમ્યગ્દ્રષ્ટિ જીવ પરવસ્તુ ઉપરનો તે પ્રકારનો રાગ છોડે છે ત્યારે પુદ્ગલ પરાવર્તનના નિયમ પ્રમાણે એવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ હોય છે કે તેટલો વખત તેને અન્ન. પાણી વગેરેનો સંબંધ હોતો નથી.

(૩) અન્ન, પાણી વગેરેનો સંયોગ ન થયો તે પર દ્રવ્યની ક્રિયા છે, તેનાથી આત્માને ધર્મ કે અધર્મ થતો નથી.

(૪) સમ્યગ્દ્રષ્ટિને રાગનું સ્વામીત્વ નહિ હોવાથી જે સમ્યક્ માન્યતા છે તે દ્રઢ થાય છે, અને તેથી સાચા અભિપ્રાયપૂર્વક જે અન્ન, પાણી વગેરે લેવાનો રાગ ટળ્‌યો તે સમ્યક્ અનશન તપ છે, તે વીતરાગતાનો અંશ છે તેથી તે ધર્મનો અંશ છે. તેમાં જેટલે અંશે અંતરંગ પરિણામોની શુદ્ધતા થઈ અને શુભાશુભ ઇચ્છાનો નિરોધ થયો તેટલે અંશે સમ્યક્તપ છે, અને તે જ નિર્જરાનું કારણ છે.

છ પ્રકારના બાહ્ય અને છ પ્રકારના અંતરંગ એ બારે પ્રકારના તપ સંબંધમાં ઉપર પ્રમાણે સમજી લેવું.

સમ્યક્ તપની વ્યાખ્યા

(૧) स्वरुपविश्रांतनिस्तरंगचैतन्यप्रतपनात् तपः એટલે કે સ્વરૂપની સ્થિરતારૂપ તરંગ વગરનું (-નિર્વિકલ્પ) ચૈતન્યનું પ્રતપન (દેદીપ્યમાન થવું) તે તપ છે. (જુઓ, શ્રી પ્રવચનસાર અ. ૧. ગા. ૧૪ ની ટીકા.)

(૨) सहजनिश्चयनयात्मकपरस्वभावात्मपरमात्मनि प्रतपनं तपः એટલે કે સહજ-નિશ્ચયનયરૂપપરમસ્વભાવમય પરમાત્માનું પ્રતપન (અર્થાત્ દ્રઢતા થી તન્મય થવું) તે તપ છે. (નિયમસાર. પપ ટીકા)

(૩) प्रसिद्धशुद्धकारणपरमात्मतत्त्वे सदान्तर्मुखतया प्रतपन यत्तत्तपः એટલે કે પ્રસિદ્ધ-શુદ્ધકારણપરમાત્મતત્ત્વમાં સદા અંતરમુખપણે જે પ્રતપન (અર્થાત્ લીનતા) તે તપ છે. (નિયમસાર ટીકા, ગાથા. ૧૮૮ નું મથાળું)

(૪) आत्मानमात्मना संधत्त इत्यध्यात्मं तपनं એટલે કે આત્માને આત્મદ્વારા ધરવો તે અધ્યાત્મ તપ છે. (નિયમસાર ગા. ૧૨૩ ટીકા)

(પ) इच्छानिरोधः तपः એટલે કે શુભાશુભ ઇચ્છાનો નિરોધ તે તપ છે.