Moksha Shastra (Gujarati). Sutra: 21 (Chapter 9).

< Previous Page   Next Page >


Page 573 of 655
PDF/HTML Page 628 of 710

 

પ૭૪] [ મોક્ષશાસ્ત્ર

૨. સૂત્રોમાં કહેલા શબ્દોની વ્યાખ્યા
(૧) સમ્યક્ પ્રાયશ્ચિત્ત– પ્રમાદ અથવા અજ્ઞાનથી લાગેલા દોષોની શુદ્ધિ
કરતાં વીતરાગ સ્વરૂપના લક્ષ વડે અંતરંગ પરિણામોની જે શુદ્ધતા
થાય છે તે.
(૨) સમ્યક્વિનય– પૂજ્ય પુરુષોનો આદર કરતાં વીતરાગ સ્વરૂપના લક્ષ
વડે અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે.
(૩) સમ્યક્ વૈયાવૃત્ય–શરીર તથા અન્ય વસ્તુઓથી મુનિઓની સેવા કરતાં
વીતરાગ સ્વરૂપ લક્ષ વડે અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય તે.
(૪) સમ્યક્ સ્વાધ્યાય–જ્ઞાનની ભાવનામાં આળસ ન કરવી-તેમાં વીતરાગ
સ્વરૂપના લક્ષ વડે અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે.
(પ) સમ્યક્ વ્યુત્સર્ગ– બાહ્ય અને આભ્યંતર પરિગ્રહના ત્યાગની ભાવનાથી
વીતરાગ સ્વરૂપના લક્ષ વડે અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે.
(૬) સમ્યક્ ધ્યાન–ચિત્તની ચંચળતાને રોકીને તત્ત્વના ચિંતવનમાં લાગવું,
તેમાં વીતરાગ સ્વરૂપના લક્ષ વડે અંતરંગ પરિણામોની જે શુદ્ધતા
થાય છે તે.

૩. આ છએ પ્રકારનાં તપ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. આ છએ પ્રકારમાં સમ્યગ્દ્રષ્ટિને પોતાના સ્વરૂપના લક્ષે જેટલી અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય તેટલું જ તપ છે. શુભ વિકલ્પ છે તેને ઉપચારથી તપ કહેવાય છે, પણ ખરેખર તો તે રાગ છે, તપ નથી. ।। ૨૦।।

આભ્યંતર તપના પેટા ભેદો

नवचतुर्दशपंचद्विभेदा यथाक्रमं प्राग्ध्यानात्।। २१।।

અર્થઃ– [प्राक् ध्यानात्] ધ્યાન પહેલાંના પાંચ તપના [यथाक्रमं नव चतुः

दश पंच द्विभेदा] અનુક્રમે નવ, ચાર, દસ, પાંચ અને બે ભેદો છે, અર્થાત્ સમ્યક્ પ્રાયશ્ચિત્તના નવ, સમ્યક્ વિનયના ચાર, સમ્યક્ વૈયાવૃત્યના દસ, સમ્યક્ સ્વાધ્યાયના પાંચ અને સમ્યક્ વ્યુત્સર્ગના બે ભેદ છે.

નોંધઃ– આભ્યંતર તપનો છઠ્ઠો પ્રકાર ધ્યાન છે તેના ભેદોનું વર્ણન ર૮મા સૂત્રમાં આવશે. ।। ૨૧।।