Moksha Shastra (Gujarati). Sutra: 22 (Chapter 9).

< Previous Page   Next Page >


Page 574 of 655
PDF/HTML Page 629 of 710

 

અ. ૯ સૂત્ર ૨૨] [ પ૭પ

સમ્યક્ પ્રાયશ્ચિત્તતપના નવ ભેદો
आलोचनप्रतिक्रमणतदुभयविवेकव्युत्सर्गतपश्छेद–
परिहारोपस्थापनाः।। २२।।
અર્થઃ– [आलोचना प्रतिक्रमण तदुभय] આલોચના, પ્રતિક્રમણ, તદુભય

[विवेक व्युत्सर्ग तपः] વિવેક વ્યુત્સર્ગ, તપ, [छेदपरिहार उपस्थापनाः] છેદ, પરિહાર અને ઉપસ્થાપન- આ નવ ભેદો પ્રાયશ્ચિત્તતપના છે.

ટીકા
૧. સૂત્રોમાં આવેલા શબ્દોની વ્યાખ્યા
પ્રાયશ્ચિત્ત– પ્રાયઃ= અપરાધ, ચિત્ત = શુદ્ધિ; અપરાધની શુદ્ધિ કરવી તે પ્રાયશ્ચિત્ત છે.
(૧) આલોચના–પ્રમાદથી થયેલા દોષોને ગુરુ પાસે જઈને નિષ્કપટ રીતે

કહેવા તે.

(૨) પ્રતિક્રમણ– પોતે કરેલા અપરાધ મિથ્યા થાઓ-એવી ભાવના.
(૩) તદુભય–તે બન્ને અર્થાત્ આલોચના અને પ્રતિક્રમણ બન્ને કરવાં તે.
(૪) વિવેક– આહાર-પાણીનો નિયમિત સમય સુધી ત્યાગ કરવો તે.
(પ) વ્યુત્સર્ગ–કાયોત્સર્ગ કરવો.
(૬) તપ–ઉપવાસાદિ કરવા તે.
(૭) છેદ– એક દિવસ, પખવાડિયું, મહિનો વગેરે વખત સુધી દીક્ષાનો છેદ કરવો તે.
(૮) પરિહાર– એક દિવસ, પખવાડિયું, મહિનો વગેરે નિયમિત સમય સુધી
સંઘથી પૃથક્ કરવો તે.

(૯) ઉપસ્થાપન– દીક્ષાનો સંપૂર્ણ છેદ કરીને ફરીથી નવી દીક્ષા દેવી તે. ૨. આ બધા ભેદો વ્યવહારપ્રાયશ્ચિત્તના છે. જે જીવને નિશ્ચયપ્રાયશ્ચિત્ત પ્રગટયું હોય તે જીવના આ નવ પ્રકારના પ્રાયશ્ચિત્તને વ્યવહારપ્રાયશ્ચિત્ત કહેવાય; પણ જો નિશ્ચયપ્રાયશ્ચિત્ત ન પ્રગટયું હોય તો તે વ્યવહારાભાસ છે.

૩. નિશ્ચયપ્રાયશ્ચિત્તનું સ્વરૂપ

પોતાના જ આત્માના જે ઉત્કૃષ્ટ બોધ, જ્ઞાન તથા ચિત્ત છે તેને જે જીવ નિત્ય ધારણ કરે છે તેને જ પ્રાયશ્ચિત્ત હોય છે. (બોધ, જ્ઞાન ને ચિત્તનો અર્થ એક જ છે.)