પ૭૮ ] [ મોક્ષશાસ્ત્ર વ્યવહાર છે. વૈયાવૃત્યનો અર્થ સેવા છે. પોતાના અકષાયભાવની સેવા તે નિશ્વય વૈયાવૃત્ય છે. (આત્મસિદ્ધિ-પ્રવચનો પા. ૧૭૪).
ઋષિ = ઋદ્ધિધારી સાધુ. યતિ = ઈન્દ્રિયોને વશ કરનારા સાધુ અથવા ઉપશમ કે ક્ષપકશ્રેણી માંડનારા સાધુ. મુનિ = અવધિજ્ઞાની કે મનઃપર્યયજ્ઞાની સાધુ. અણગાર = સામાન્ય સાધુ.
વળી ઋદ્ધિના પણ ચાર ભેદ છે- (૧) રાજર્ષિ = વિક્રિયા, અક્ષીણ ઋદ્ધિપ્રાપ્ત. (૨) બ્રહ્મર્ષિ = બુદ્ધિ ઔષધયુક્ત ઋદ્ધિ પ્રાપ્ત. (૩) દેવર્ષિ = ગગનગમન ઋદ્ધિપ્રાપ્ત. (૪) પરમઋષિ = કેવળજ્ઞાની।। ૨૪।।
वाचनापृच्छनानुप्रेक्षाम्नायधर्मापदेशाः।। २५।।
धर्मोपदेशाः] આમ્નાય અને ધર્મોપદેશ કરવો- આ પાંચ ભેદો સ્વાધ્યાયતપના છે.
વાચના - નિર્દોષ ગ્રંથ, તેના અર્થ તથા તે બન્નેનું ભવ્ય જીવોને શ્રવણ કરાવવું તે.
પૃચ્છના - સંશયને દૂર કરવા માટે અથવા નિશ્ચયને દ્રઢ કરવા માટે પ્રશ્ન પૂછવા તે.
પોતાનું ઉચ્ચપણું પ્રગટ કરવા માટે. કોઈને ઠગવા માટે, કોઈનો પરાજય કરવા માટે, બીજાનું હાસ્ય કરવા માટે ઈત્યાદિ ખોટા પરિણામોથી પ્રશ્ન કરવા તે પૃચ્છના-સ્વાધ્યાયતપ નથી.
અનુપ્રેક્ષા- જાણેલા પદાર્થોનું વારંવાર ચિંતવન કરવું તે. આમ્નાય- નિર્દોષ ઉચ્ચારણ કરીને પાઠ બોલવા તે. ધર્મોપદેશ- ધર્મનો ઉપદેશ કરવો તે. પ્રશ્નઃ– આ પાંચ પ્રકારનાં સ્વાધ્યાય શા માટે છે? ઉત્તરઃ- પ્રજ્ઞાની અધિકતા, પ્રશંસનીય અભિપ્રાય કે આશય, ઉત્કૃષ્ટ ઉદાસીનતા, તપની વૃદ્ધિ, અતિચારની વિશુદ્ધિ એ વગેરેના હેતુથી આ પાંચ પ્રકારના સ્વાધ્યાય કહેવામાં આવ્યા છે. ।। ૨પ।।