અ. ૯. સૂત્ર ૨૬-૨૭ ] [ પ૭૯
ઉપધિ વ્યુત્સર્ગ- એ બે ભેદ વ્યુત્સર્ગતપના છે.
૧. બાહ્ય ઉપધિ એટલે બાહ્ય પરિગ્રહ અને આભ્યંતર ઉપધિ એટલે અંતરંગ પરિગ્રહ. દસ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ચૌદ પ્રકારના અંતરંગ પરિગ્રહનો ત્યાગ વ્યુત્સર્ગતપ છે. આત્માના વિકારી પરિણામ તે અંતરંગ પરિગ્રહ છે; તેને બાહ્યપરિગ્રહ સાથે નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે.
૨. પ્રશ્નઃ– આ વ્યુત્સર્ગતપ શા માટે છે? ઉત્તરઃ- નિઃસંગપણું, નિડરતા, જીવિતની આશાનો અભાવ, એ વગેરે માટે આ તપ છે.
૩. જે ચૌદ અંતરંગ પરિગ્રહ છે તેમાં સૌથી પ્રથમ મિથ્યાત્વ ટળે છે; તે ટળ્યા સિવાય બીજા કોઈ પણ પરિગ્રહ ટળે જ નહિ. એ સિદ્ધાંત બતાવવા માટે આ શાસ્ત્રના પહેલા જ સૂત્રમાં મોક્ષમાર્ગ તરીકે આત્માના જે ત્રણ શુદ્ધ ભાવોના એકત્વની જરૂરિયાત બતાવી છે તેમાં પણ પહેલાં જ સમ્યગ્દર્શન જણાવ્યું છે. સમ્યગ્દર્શન વગર જ્ઞાન કે ચારિત્ર પણ સમ્યક્ હોતાં નથી. ચારિત્ર માટે જે ‘સમ્યક્’ વિશેષણ મૂકવામાં આવે છે તે અજ્ઞાનપૂર્વકના આચરણની નિવૃત્તિ સૂચવે છે. પહેલાં સમ્યક્ શ્રદ્ધા-જ્ઞાન થયા પછી જે યથાર્થ ચારિત્ર હોય તે જ સમ્યક્ચારિત્ર છે. માટે મિથ્યાત્વ ટાળ્યા વગર કોઈ પ્રકારનું તપ કે ધર્મ થાય નહિ. ।। ૨૬।।
આ નિર્જરાતત્ત્વનું વર્ણન ચાલે છે. નિર્જરાનું કારણ તપ છે; તપના ભેદોનું વર્ણન ચાલે છે, તેમાં આભ્યંતર તપના પહેલા પાંચ ભેદોનું વર્ણન પૂરું થયું. હવે છઠ્ઠો ભેદ ધ્યાન છે; તેનું વર્ણન કરે છે.
અર્થઃ– [उत्तमसंहननस्य] ઉત્તમ સંહનનવાળાને [आ अन्तर्महूर्तात्] અંતર્મુહૂર્ત સુધી [एकाग्रचिंतानिरोधः ध्यानम્] એકાગ્રતા પૂર્વક ચિંતાનો નિરોધ તે ધ્યાન છે.