પ૮૦ ] [ મોક્ષશાસ્ત્ર
ઉત્તમસંહનન છે. તેમાં મોક્ષ પામનાર જીવને પહેલું સંહનન હોય છે.
રોકવી તે એકાગ્ર ચિંતાનિરોધ છે અને તે જ ધ્યાન છે. જ્યાં
એકાગ્રતા નથી ત્યાં ભાવના છે.
નીચે પ્રમાણે આવી જાય છે- ૧. ઉત્તમસંહનનધારી પુરુષ તે ધ્યાતા. ૨. એકાગ્રચિંતાનિરોધ તે ધ્યાન. ૩. જે એક વિષયને પ્રધાન કર્યો તે ધ્યેય. ૪. અંતર્મુહૂર્ત તે ધ્યાનનો ઉત્કૃષ્ટ કાળ.
મુહૂર્ત એટલે ૪૮ મિનિટ, અને અંતર્મુહૂર્ત એટલે ૪૮ મિનિટની અંદર કાળ. ૪૮ મિનિટમાં એક સમય ઓછો તે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે.
૩. ઉત્તમ સંહનનવાળાને અંતર્મુહૂર્ત સુધી ધ્યાન રહી શકે છે એમ અહીં કહ્યું છે, તેનો અર્થ એવો થયો કે અનુત્તમ સંહનનવાળાને સામાન્ય ધ્યાન થાય છે, એટલે કે જેટલો વખત ઉત્તમ સંહનનવાળાને રહે છે તેટલો વખત તેને રહેતું નથી. આ સૂત્રમાં કાળનું કથન કર્યું છે તેમાં આ બાબત ગર્ભિતપણે આવી જાય છે.
૪. અષ્ટપ્રાભૃતમાં મોક્ષપ્રાભૃતમાં કહ્યું છે કે- જીવ આજે પણ ત્રિરત્નવડે શુદ્ધાત્માને ધ્યાવીને સ્વર્ગલોકમાં વા લૌકાંતિકમાં દેવપણું પામે છે અને ત્યાંથી ચ્યવીને મનુષ્ય થઈ મોક્ષ પામે છે (ગાથા-૭૭); માટે પંચમકાળના અનુત્તમ સંહનનવાળા જીવોને પણ ધર્મધ્યાન થઈ શકે છે.
પ. પ્રશ્નઃ– ધ્યાનમાં ચિંતાનો નિરોધ છે, અને ચિંતાનો નિરોધ તે અભાવ છે, તેથી તે અભાવના કારણે ધ્યાન પણ ગધેડાના શિંગડાની જેમ અસત્ થયું?
ઉત્તરઃ- ધ્યાન અસત્રૂપ નથી. બીજા વિચારોથી નિવૃત્તિની અપેક્ષાએ અભાવ છે, પરંતુ સ્વવિષયના આકારની અપેક્ષાએ સદ્ભાવ છે એટલે કે તેમાં સ્વરૂપની પ્રવૃત્તિનો સદ્ભાવ છે, એમ ‘એકાગ્ર’ શબ્દથી નક્કી કરી શકાય છે. સ્વરૂપની અપેક્ષાએ ધ્યાન વિદ્યમાન-સત્રૂપ છે.