પ૮૬ ] [ મોક્ષશાસ્ત્ર દ્રષ્ટાંત શિવભૂતિ મુનિ છે; તેઓને વિશેષ શાસ્ત્રજ્ઞાન ન હોવા છતાં નિશ્ચયસ્વરૂપઆશ્રિત સમ્યગ્જ્ઞાન હતું અને તેથી પુરુષાર્થ વધારી શુક્લધ્યાન પ્રગટ કરીને કેવળજ્ઞાન પામ્યા હતા.
શુક્લધ્યાનના ચાર ભેદોમાંથી પહેલા બે ભેદ કોને હોય તે જણાવ્યું, હવે બાકીના બે ભેદ કોને હોય છે તે જણાવે છે.
અર્થઃ– [परे] શુક્લધ્યાનના છેલ્લા બે ભેદ અર્થાત્ સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ અને વ્યુપરતક્રિયાનિવર્તિ એ બે ધ્યાન [केवलिनः] કેવળી ભગવાનને હોય છે.
ત્રીજો ભેદ તેરમા ગુણસ્થાનના છેલ્લા ભાગમાં હોય છે; ત્યારપછી ચૌદમું ગુણસ્થાન પ્રગટે છે. અને ચોથો ભેદ ચૌદમા ગુણસ્થાને હોય છે. ।। ૩૮।।
पृथक्त्वैकत्ववितर्कसूक्ष्मक्रियाप्रतिपातिव्युपरतक्रियानिवर्तीनि।। ३९।।
અર્થઃ–[पृथक्त्व एकत्ववितर्क] પૃથકત્વવિતર્ક, એકત્વવિતર્ક, [सूक्ष्मक्रिया– प्रतिपातिव्युपरतक्रियानिवर्तीनि] સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ અને વ્યુપરતક્રિયાનિવર્તિ - એ ચાર ભેદ શુક્લધ્યાનના છે. ।। ૩૯।।
અર્થઃ– [त्रि एकयोग काययोग अयोगानाम्] ઉપર કહેલા ચાર પ્રકારના શુક્લધ્યાન અનુક્રમે ત્રણ યોગવાળા, એક યોગવાળા, માત્ર કાયયોગવાળા અને અયોગી જીવોને હોય છે.
૧. પહેલું પૃથક્ત્વવિતર્કધ્યાન મન, વચન, કાય એ ત્રણ યોગના ધારક જીવોને હોય છે. (ગુણસ્થાન ૮ થી ૧૧)
બીજું એકત્વવિતર્કધ્યાન ત્રણમાંથી કોઈ એક યોગના ધારકને હોય છે. (ગુણસ્થાન ૧૨)