અ. ૧ સૂત્ર ૨] [૭
(૪) બીજો અર્થઃ– જીવાદિને જેમ ‘તત્ત્વ’ કહેવામાં આવે છે તેમ ‘અર્થ’ પણ કહેવામાં આવે છે; જે તત્ત્વ છે તે જ અર્થ છે, અને તેનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. જે પદાર્થ જેમ અવસ્થિત છે તેમ તેનું હોવું તે તત્ત્વ છે, અને ‘अर्थते’ કહેતાં નિશ્ચય કરીએ તે અર્થ છે. તેથી તત્ત્વસ્વરૂપનો જે નિશ્ચય તે તત્ત્વાર્થ છે. તત્ત્વાર્થની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે.
(પ) વિપરીત અભિનિવેશ (ઊંધા અભિપ્રાય) રહિત જીવાદિનું તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. સમ્યગ્દર્શનમાં વિપરીત માન્યતા હોતી નથી એમ બતાવવા માટે ‘દર્શન’ પહેલાં’ સમ્યક્’ પદ વાપર્યું છે. જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો છે-એમ ચોથા સૂત્રમાં કહેશે.
(૬) નિશ્ચયથી શુદ્ધ આત્માનો પ્રતિભાસ તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. અભેદદ્રષ્ટિમાં આત્મા તે જ સમ્યગ્દર્શન છે.
‘તત્ત્વ’ શબ્દનો અર્થ તત્પણું-તેપણું’ થાય છે. દરેક વસ્તુને-તત્ત્વને સ્વરૂપથી તત્પણું અને પરરૂપથી અતત્પણું છે. જીવ વસ્તુ હોવાથી તેને પોતાના સ્વરૂપથી તત્પણું છે અને પરના સ્વરૂપથી અતત્પણું છે. જીવ ચૈતન્યસ્વરૂપ હોવાથી તે જ્ઞાતા છે અને અન્ય સર્વ વસ્તુઓ જ્ઞેય છે તેથી જીવ બીજા સર્વ પદાર્થોથી તદ્ન ભિન્ન છે. જીવ પોતાથી તત્ હોવાથી તેનું જ્ઞાન તેને પોતાથી થાય છે; જીવ પરથી અતત્ હોવાથી તેને પરથી જ્ઞાન થઈ શકે નહિ. ‘ઘડાનું જ્ઞાન ઘડાના આધારે થાય છે’ -એમ કેટલાક જીવો માને છે પણ તે ભૂલ છે. જ્ઞાન જીવનું સ્વરૂપ હોવાથી તે જ્ઞાન પોતાથી તત્ છે અને પરથી અતત્ છે. જીવને દરેક સમયે પોતાની લાયકાત અનુસાર જ્ઞાનની અવસ્થા થાય છે; પરજ્ઞેય સંબંધી પોતાનું જ્ઞાન થતી વખતે પરજ્ઞેય હાજર હોય છે, પણ તે પરવસ્તુથી જીવને જ્ઞાન થાય છે એમ માનનારે જીવને ‘તત્ત્વ’ માન્યું નથી. જો ઘડાથી ઘડા સંબંધી જ્ઞાન થતું હોય તો અણસમજુ જીવ હોય તેની પાસે ઘડો હોય ત્યારે તેને તે ઘડાનું જ્ઞાન થવું જોઈએ, પણ તેમ થતું નથી; માટે જ્ઞાન પોતાથી થાય છે એમ સમજવું જીવને જો પરથી જ્ઞાન થાય તો જીવ અને પર એક તત્ત્વ થઈ જાય, પણ તેમ બને નહિ.
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહત્યાગ એ જો મિથ્યાદર્શન સહિત હોય તો ગુણ થવાને બદલે સંસારમાં દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરાવવાવાળા દોષોને ઉત્પન્ન કરે છે. જેમ ઝેરસહિતના ઔષધથી લાભ થતો નથી તેમ મિથ્યાત્વ સહિત