અ. ૯ સૂત્ર ૪૭ ] [ પ૯૯ છે, કોઈ તીર્થમાં વિહાર કરે છે, કોઈ અનેક આસનરૂપ ધ્યાન કરે છે; કોઈ દૂષણ લાગ્યા હોય તેનું પ્રાયશ્ચિત્ત લે છે, કોઈ દૂષણ લગાડતા નથી, કોઈ આચાર્ય છે, કોઈ ઉપાધ્યાય છે, કોઈ પ્રવર્તક છે, કોઈ નિર્યાપક છે, કોઈ વૈયાવૃત્ય કરે છે, કોઈ ધ્યાનમાં શ્રેણીનો પ્રારંભ કરે છે; ઈત્યાદિ રાગવિકલ્પરૂપ દ્રવ્યલિંગમાં મુનિગણોને ભેદ હોય છે. મુનિના શુભભાવને દ્રવ્યલિંગ કહેવામાં આવે છે. તેના પ્રકારો ઘણા છે; તે પ્રકારોને દ્રવ્યલિંગો કહેવામાં આવે છે.
(૬) લેશ્યા– પુલાકમુનિને ત્રણ શુભ લેશ્યાઓ હોય છે. બકુશ તથા પ્રતિસેવનાકુશીલ મુનિને છએ લેશ્યા પણ હોય છે. કષાયથી અનુરંજિત યોગ- પરિણતિ તે લેશ્યા છે.
પ્રશ્નઃ– બકુશ તથા પ્રતિસેવનાકુશીલ મુનિને કૃષ્ણાદિ ત્રણ અશુભ લેશ્યાઓ કઈ રીતે હોય?
ઉત્તરઃ– તે બન્ને પ્રકારના મુનિને ઉપકરણની કાંઈક આસકિત હોવાથી કોઈક વખતે આર્ત્તધ્યાન પણ થઈ જાય છે અને તેથી તેમને કૃષ્ણાદિ અશુભલેશ્યા પણ હોઈ શકે છે.
કષાયશીલમુનિને કાપોત, પીત, પદ્મ અને શુક્લ એ ચાર લેશ્યાઓ હોય છે. સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનવર્તીને તથા નિર્ગ્રંથને શુક્લલેશ્યા હોય છે. સ્નાતકને ઉપચારથી શુક્લલેશ્યા છે; અયોગકેવળી લેશ્યારહિત છે.
(૭) ઉપપાદ (=જન્મ)-પુલાક મુનિનો ઉત્કૃષ્ટ જન્મ અઢાર સાગરના આયુ સાથે બારમા સહસ્ત્રાર કલ્પમાં થાય છે; બકુશ અને પ્રતિસેવનાકુશીલનો ઉત્કૃષ્ટ જન્મ બાવીસ સાગરના આયુ સાથે પંદરમા આરણ અને સોળમા અચ્યૂત સ્વર્ગમાં થાય છે. કષાયકુશીલ અને નિર્ગં્રથનો ઉત્કૃષ્ટ જન્મ તેત્રીસ સાગર આયુ સાથે સર્વાર્થસિદ્ધિમાં થાય છે. આ સર્વેનો જઘન્ય જન્મ સૌધર્મ સ્વર્ગમાં બે સાગર આયુ સાથે થાય છે. સ્નાતક કેવળી ભગવાન છે તેમનો ઉપપાદ નિર્વાણમોક્ષપણે થાય છે.
(૮) સ્થાનઃ- તીવ્ર કે મંદ કષાય હોવાના કારણે અસંખ્યાત સંયમલબ્ધિસ્થાનો હોય છે; તેમાં સૌથી નાનું સંયમ-લબ્ધિસ્થાન પુલાક મુનિને અને કષાયકુશીલને હોય છે. એ બન્ને યુગપત્ અસંખ્યાત૧ લબ્ધિસ્થાનો પ્રાપ્ત કરે છે; એ અસંખ્યાત લબ્ધિસ્થાનો પછી આગળનાં લબ્ધિસ્થાનો પુલાક મુનિ પ્રાપ્ત કરી શકતા નથી. કષાયકુશીલ મુનિ તેનાથી આગળ અસંખ્યાત૨ લબ્ધિસ્થાનો પ્રાપ્ત કરે છે.
અહીં બીજી વાર કહેલા આ અસંખ્યાત લબ્ધિસ્થાનથી કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશ મુનિ એ ત્રણ યુગપત્ (-એકસાથે) અસંખ્યાત૩ લબ્ધિસ્થાનો પ્રાપ્ત કરે છે.