પ૯૮] [ મોક્ષશાસ્ત્ર આઠ અનુયોગોદ્વાર [विकल्पतः साध्या] ભેદરૂપથી સાધ્ય છે અર્થાત્ આ આઠ પ્રકારથી તે પુલાકાદિ મુનિઓમાં વિશેષ ભેદ પડે છે.
(૧) સંયમઃ– પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ સાધુને સામાયિક અને છેદોપસ્થાપન એ બે સંયમ હોય છે; કષાયકુશીલ સાધુને સામાયિક, છેદોપસ્થાપન, પરિહારવિશુદ્ધિ અને સૂક્ષ્મસાંપરાય એ ચાર સંયમ હોય છે; નિર્ગ્રંથ અને સ્નાતકને યથાખ્યાતચારિત્ર હોય છે.
(૨) શ્રુતઃ– પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ સાધુ વધારેમાં વધારે સંપૂર્ણ દસ પૂર્વધારી હોય છે; પુલાકને જઘન્ય આચારંગમાં આચારવસ્તુનું જ્ઞાન હોય છે અને બકુશ તથા પ્રતિસેવના કુશીલને જઘન્ય આઠ પ્રવચનમાતાનું જ્ઞાન હોય છે એટલે કે આચારાંગના ૧૮૦૦૦ પદોમાંથી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પરમાર્થ વ્યાખ્યાન સુધી આ સાધુઓનું જ્ઞાન હોય છે; કષાયકુશીલ અને નિર્ગ્રંથને ઉત્કૃષ્ટજ્ઞાન ચૌદપૂર્વનું હોય છે અને જઘન્ય જ્ઞાન આઠ પ્રવચનમાતાનું હોય છે. સ્નાતક તો કેવળજ્ઞાની છે તેથી તેઓ શ્રુતજ્ઞાનથી પર છે.
(૩) પ્રતિસેવના (=વિરાધના) -પાંચમહાવ્રતો અને રાત્રિભોજનનો ત્યાગ એ છમાંથી કોઈ એકની વિરાધના પુલાકમુનિને પરવશથી કે જબરજસ્તીથી થઈ જાય છે. મહાવ્રતોમાં તથા રાત્રિભોજન ત્યાગમાં કૃત, કારિત, અનુમોદનાથી પાંચે પાપોનો ત્યાગ છે તેમાં કોઈ પ્રકારમાં સામર્થ્યની હીનતાથી દૂષણ લાગે છે; ઉપકરણ-બકુશ મુનિને કમંડળ, પીંછી, પુસ્તકાદિ ઉપકરણની શોભાની અભિલાષાના સંસ્કારનું સેવન હોય છે તે વિરાધના જાણવી, તેમ જ શરીર-બકુશમુનિને શરીરના સંસ્કારરૂપ વિરાધના હોય છે; પ્રતિસેવનાકુશીલમુનિ પાંચ મહાવ્રતની વિરાધના કરતા નથી પણ ઉત્તરગુણમાં કોઈ એકની વિરાધના કરે છે; કષાયકુશીલ, નિર્ગ્રંથ અને સ્નાતકને વિરાધના હોતી નથી.
(૪) તીર્થ– આ પુલાકાદિ પાંચે પ્રકારના નિર્ગ્રંથો સમસ્ત તીર્થંકરોના ધર્મશાસનમાં થાય છે.
(પ) લિંગ– તેના બે પ્રકાર છે-૧-દ્રવ્યલિંગ અને ૨-ભાવલિંગ. ભાવલિંગી પાંચે પ્રકારના નિર્ગ્રંથો હોય છે. તેઓ સમ્યગ્દર્શનસહિત સંયમ પાળવામાં સાવધાન છે. ભાવલિંગને દ્રવ્યલિંગ સાથે નિમિત્તનૈમિત્તિકસંબંધ છે. યથાજાતરૂપ લિંગમાં કોઈને ભેદ નથી પણ પ્રવૃત્તિરૂપ લિંગમાં ફેર હોય છેઃ જેમ કે-કોઈ આહાર કરે છે, કોઈ અનશનાદિ તપ કરે છે, કોઈ ઉપદેશ કરે છે, કોઈ અધ્યયન કરે