અ. ૯ સૂત્ર ૪૬-૪૭ ] [ પ૯૭
(૪) નિર્ગ્રંથઃ– જેમને મોહકર્મ ક્ષીણ થઈ ગયું છે તથા જેમને મોહકર્મના ઉદયનો અભાવ છે એવા બારમા તથા અગીઆરમા ગુણસ્થાનવર્તી મુનિને નિર્ગ્રંથ કહે છે.
(પ) સ્નાતકઃ– સમસ્ત ઘાતીકર્મોનો નાશ કરનાર કેવળી ભગવાનને સ્નાતક કહે છે. (આમાં તેરમું તથા ચૌદમું બન્ને ગુણસ્થાન સમજવા.)
બાર, તેર અને ચૌદમા ગુણસ્થાને બિરાજતા જીવો પરમાર્થનિર્ગ્રંથ છે, કેમ કે તેમને સમસ્ત મોહનો નાશ થયો છે; તેઓને નિશ્ચયનિર્ગ્રંથ કહેવાય છે. બીજા સાધુઓ જો કે સમ્યગ્દર્શન અને નિષ્પરિગ્રહપણાને લીધે નિર્ગ્રંથ છે અર્થાત્ તેઓ મિથ્યાદર્શન તથા વસ્ત્ર, આભરણ, હથિયાર, કટક, ધન-ધાન્ય વગેરે પરિગ્રહથી રહિત હોવાથી નિર્ગ્રંથ છે, તોપણ તેમને મોહનીયકર્મનો અંશે સદ્ભાવ છે, તેથી તેઓ વ્યવહારનિર્ગ્રંથ છે.
(૧) પ્રશ્નઃ– પુલાક મુનિને કોઈ અવસરમાં કોઈ એક વ્રતનો ભંગ ક્ષેત્ર- કાળને વશ હોય છે, છતાં તેને નિર્ગ્રંથ કહ્યા, તો શ્રાવકને પણ નિર્ગ્રંથપણું કહેવાનો પ્રસંગ આવશે?
ઉત્તરઃ– પુલાક મુનિ સમ્યગ્દ્રષ્ટિ છે અને પરવશથી કે જબરજસ્તીથી વ્રતમાં ક્ષણિક દોષ થઈ જાય છે;પણ યથાજાતરૂપ છે તેથી નૈગમનયે તે નિર્ગ્રંથ છે; શ્રાવકને યથાજાતરૂપ (નગ્નપણું) નથી તેથી તેને નિર્ગ્રંથપણું કહેવાય નહિ.
(૨) પ્રશ્નઃ– જો યથાજાતપણાને લીધે જ પુલાક મુનિને નિર્ગ્રંથ કહેશો તો ઘણા મિથ્યાદ્રષ્ટિઓ પણ નગ્ન રહે છે, તેમને પણ નિર્ગ્રંથ કહેવાનો પ્રસંગ આવશે?
ઉત્તરઃ– તેમને સમ્યગ્દર્શન નથી. એકલું નગ્નપણું તો ગાંડાને, બાળકને તથા તિર્યંચોને પણ હોય છે, પરંતુ તેથી તેને નિર્ગ્રંથ કહેવાય નહિ. જે સમ્યગ્દર્શન- જ્ઞાનપૂર્વક સંસાર અને દેહ ભોગથી વિરક્ત થઈ નગ્નપણું ધારે તેને નિર્ગ્રંથ કહેવાય, બીજાને નહિ. ।। ૪૬।।
संयमश्रुतप्रतिसेवनातीर्थलिंगलेश्योपपादस्थानविकल्पतःसाध्याः।। ४७।।
અર્થઃ– ઉપર કહેલા મુનિઓ [संयम श्रुत प्रतिसेवना तीर्थ] સંયમ, શ્રુત, પ્રતિસેવના, તીર્થ, [लिंग लेश्या उपपाद स्थान] લિંગ લેશ્યા ઉપપાદ અને સ્થાન-એ