અ. ૯ ઉપસંહાર ] [ ૬૦૧ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટે છે અને સમ્યગ્દર્શન પ્રગટ થતી વખતના અપૂર્વકરણથી સંવર-નિર્જરાની શરૂઆત થાય છે. આ અધિકારના બીજા સૂત્રમાં સમ્યગ્દર્શનને સંવરનિર્જરાના કારણ તરીકે જુદું કહ્યું નથી, તેનું કારણ એ છે કે આ અધ્યાય ૪પ મા સૂત્રમાં તેનો સમાવેશ થઈ જાય છે.
૪. ‘જિનધર્મ’ નો અર્થ ‘વસ્તુસ્વભાવ’ થાય છે. જેટલે અંશે આત્માની સ્વભાવદશા (-શુદ્ધદશા) પ્રગટે તેટલે અંશે જીવને ‘જિનધર્મ’ પ્રગટયો કહેવાય. જિનધર્મ એ કોઈ સંપ્રદાય, વાડો કે સંઘ નથી પણ આત્માની શુદ્ધદશા છે; અને આત્માની શુદ્ધતામાં તારતમ્યતા હોવા છતાં શુદ્ધપણું તો એક જ પ્રકારનું હોવાથી જિનધર્મમાં ફાંટાઓ હોઈ શકે નહિ. જૈનધર્મના નામે જે વાડાઓ જોવામાં આવે છે તેને ખરી રીતે ‘જિનધર્મ’ કહી શકાય નહીં. જિનધર્મ ભરતક્ષેત્રમાં પાંચમા આરાના છેડા સુધી રહેવાનો છે એટલે ત્યાંસુધી પોતાની શુદ્ધતા પ્રગટ કરનારા મનુષ્યો આ ક્ષેત્રે હોય જ, અને તેમને શુદ્ધતાના ઉપાદાનકરણની તૈયારી હોવાથી આત્મજ્ઞાની ગુરુ અને સત્શાસ્ત્રોનું નિમિત્ત પણ હોય જ. જૈનધર્મના નામે કહેવામાં આવતા શાસ્ત્રોમાંથી કયા શાસ્ત્રો પરમ સત્યના ઉપદેશક છે તેનો નિર્ણય ધર્મ કરવા માગતા જીવોએ અવશ્ય કરવો જોઈએ. જ્યાં સુધી પોતે યથાર્થ પરીક્ષા કરીને સત્શાસ્ત્રો કયા છે તેનો નિર્ણય જીવ ન કરે ત્યાં સુધી ગૃહીતમિથ્યાત્વ ટળે નહિ; ગૃહીતમિથ્યાત્વ ટળ્યા વગર અગૃહીતમિથ્યાત્વ ટળીને સમ્યગ્દર્શન તો થાય જ શી રીતે? તેથી પોતામાં જિનધર્મ પ્રગટ કરવા માટે અર્થાત્ સાચા સંવર-નિર્જરા પ્રગટ કરવા માટે જીવોએ સમ્યગ્દર્શન પ્રગટ કરવું જ જોઈએ.
પ. સમ્યગ્દ્રષ્ટિ જીવ આત્મસ્વભાવનું ભાન કરીને, અજ્ઞાનમોહને જીતીને રાગ-દ્વેષના સ્વામી થતા નથી; તે હજારો રાણીઓના સંયોગ વચ્ચે હોવા છતાં ‘જિન’ છે. ચોથા અને પાંચમા ગુણસ્થાને વર્તતા જીવોનું આવું સ્વરૂપ છે. સમ્યગ્દર્શનનું માહાત્મ્ય કેવું છે એ બતાવવા માટે અનંત જ્ઞાનીઓએ આ સ્વરૂપ કહ્યું છે. તે સમ્યગ્દ્રષ્ટિ જીવોને પોતાના શુદ્ધપર્યાયના પ્રમાણમાં સંવર-નિર્જરા થાય છે.
૬. સમ્યગ્દર્શનના માહાત્મ્યને નહિ સમજનારા મિથ્યાદ્રષ્ટિ જીવોની બાહ્ય સંયોગો અને બાહ્ય ત્યાગ ઉપર દ્રષ્ટિ હોય છે, તેથી તેઓ ઉપરના કથનનો આશય સમજી શકતા નથી, અને સમ્યગ્દ્રષ્ટિના અંતર પરિણમનને તેઓ જાણી શકતા નથી. માટે ધર્મ કરવા માગતા જીવોએ સંયોગદ્રષ્ટિ છોડીને વસ્તુસ્વરૂપ સમજવાની અને યથાર્થ તત્ત્વજ્ઞાન પ્રગટ કરવાની આવશ્યકતા છે. સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન અને તે પૂર્વકના સમ્યક્ચારિત્ર વિના સંવર-નિર્જરા પ્રગટ કરવાનો બીજો કોઈ ઉપાય નથી. આ નવમા અધ્યાયના ૧૯ મા સૂત્રની ટીકા ઉપરથી માલુમ પડશે કે મોક્ષ અને સંસાર એ બે સિવાય વચલો કોઈ