અ. ૧૦ સૂ. ૮-૯ ] [ ૬૧પ
૨. બૃહદ્દ્રવ્યસંગ્રહમાં સિદ્ધના અગુરુલઘુગુણનું વર્ણન કરતાં જણાવે છે કે-જો સિદ્ધસ્વરૂપ સર્વથા ગુરુ (-ભારે) હોય તો લોઢાના ગોળાની જેમ તેનું સદા અધઃપતન થયા કરે અર્થાત્ તે નીચે જ પડયા કરે, અને જો તે સર્વથા લઘુ (હલકું) હોય તો જેમ પવનના ઝપાટાથી આકોલીયા વૃક્ષનું રૂ ઊડયા કરે છે તેમ તે સિદ્ધસ્વરૂપનું પણ નિરંતર ભ્રમણ જ થયા કરે; પરંતુ સિદ્ધસ્વરૂપ એવું નથી, તેથી તેમાં અગુરુલઘુગુણ કહેવામાં આવ્યો છે. (બહદ્દ્રવ્યસંગ્રહ પા. ૩૮). આ અગુરુલધુ ગુણના કારણે સિદ્ધ જીવ સદા લોકાગ્રે સ્થિર રહે છે, ત્યાંથી આગળ જતા નથી અને નીચે આવતા નથી. ।। ૮।।
क्षेत्रकालगतिलिंगतीर्थचारित्रप्रत्येकबुद्धबोधित ज्ञानावगाहनान्तरसंख्याल्पबहुत्वतः साध्या।। ९।।
ચારિત્ર, [प्रत्येकबुद्धबोधित ज्ञान अवगाहना अन्तर संख्या अल्पबहुत्वतः] પ્રત્યેકબુદ્ધબોધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા, અને અલ્પબહુત્વ-આ બાર અનુયોગોથી [साध्याः] મુક્ત જીવો (-સિદ્ધો) માં પણ ભેદ સાધી શકાય છે.
થાય છે, આકાશપ્રદેશોમાં સિદ્ધ થાય છે, સિદ્ધક્ષેત્રમાં સિદ્ધ થાય છે. ભૂતનૈગમનયની અપેક્ષાએ પંદર કર્મભૂમિમાં જન્મેલા પુરુષો જ સિદ્ધ થાય છે. પંદર કર્મભૂમિમાં જન્મેલા પુરુષનું કોઈ દેવાદિ અન્યક્ષેત્રમાં સંહરણ કરે તો અઢી દ્વીપપ્રમાણ સમસ્ત મનુષ્યક્ષેત્રથી સિદ્ધ થાય છે.
ઉત્સર્પિણી તથા અવસર્પિણી બન્ને કાળમાં સિદ્ધ થાય છે; તેમાં અવસર્પિણીકાળના ત્રીજા આરાના અંત ભાગમાં ચોથા આરામાં અને પાંચમા આરાની શરૂઆતમાં (-ચોથા આરામાં જન્મ્યા હોય તેવા જીવો) સિદ્ધ થાય છે. ઉત્સર્પિણી કાળના ‘દુષમસુષમ’ કાળમાં ચોવીશ તીર્થંકરો થાય છે અને તે કાળમાં જીવો સિદ્ધ થાય છે (ત્રિલોકપ્રજ્ઞપ્તિ પા. ૩પ૦); વિદેહક્ષેત્રમાં અવસર્પિણી કે ઉત્સર્પિણી એવા કાળના ભેદ નથી. પંચમકાળમાં જન્મેલા જીવો સમ્યગ્દર્શનાદિ ધર્મ પામે પણ તે ભવે મોક્ષ