આ મોક્ષશાસ્ત્રના આધાર ઉપરથી શ્રી અમૃતચંદ્રસૂરિએ ‘શ્રી તત્ત્વાર્થસાર’ શાસ્ત્ર બનાવ્યું છે; તેના ઉપસંહારમાં તે ગ્રંથનો સારાંશ ૨૩ ગાથા દ્વારા આપ્યો છે. તે આ શાસ્ત્રને લાગુ પડતો હોવાથી અહીં આપવામાં આવે છે.
सप्ततत्त्वमिति ज्ञात्वा मोक्षमार्ग समाश्रयेत्।। १।।
અર્થઃ– જે સાત તત્ત્વોનું સ્વરૂપ ક્રમથી કહેવામાં આવ્યું છે તેને પ્રમાણ, નય, નિક્ષેપ, નિર્દેશાદિ તથા સત્ આદિ અનુયોગો દ્વારા જાણીને મોક્ષમાર્ગનો યથાર્થપણે આશ્રય કરવો જોઈએ.
પ્રશ્નઃ– આ શાસ્ત્રના પહેલા સૂત્રનો અર્થ નિશ્ચયનય, વ્યવહારનય અને પ્રમાણ દ્વારા શું થાય?
ઉત્તરઃ– સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે-એ કથનમાં અભેદસ્વરૂપ નિશ્ચયનયની વિવક્ષા હોવાથી તે નિશ્ચયનયનું કથન જાણવું, મોક્ષમાર્ગને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા ભેદથી કહેવો તેમાં ભેદસ્વરૂપ વ્યવહારનયની વિવક્ષા હોવાથી તે વ્યવહારનયનું કથન જાણવું; અને તે બન્નેનું યથાર્થજ્ઞાન કરવું તે પ્રમાણ છે. મોક્ષમાર્ગ એ પર્યાય છે તેથી આત્માના ત્રિકાળી ચૈતન્યસ્વભાવની અપેક્ષાએ તે સદ્ભૂતવ્યવહાર છે.
પ્રશ્નઃ– નિશ્ચયનય એટલે શું? ઉત્તરઃ– ‘સત્યાર્થ એમ જ છે’ એમ જાણવું તે. પ્રશ્નઃ– વ્યવહારનય એટલે શું? ઉત્તરઃ– ‘સત્યાર્થ એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે’