અ. ૧ સૂત્ર ૪] [૧પ
પુણ્ય-પાપ એ બન્ને આસ્રવના પેટા ભાગ છે. પુણ્યઃ– દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત વગેરેના શુભભાવ જીવની પર્યાયમાં થાય છે તે અરૂપી વિકારી ભાવ છે-તે ભાવપુણ્ય છે, અને તે સમયે કર્મ યોગ્ય જડ પરમાણુઓનો જથ્થો સ્વયં (પોતાના કારણે પોતાથી) એકક્ષેત્રાવગાહ સંબંધે જીવની સાથે બંધાય છે તે દ્રવ્યપુણ્ય છે. (તેમાં જીવની અશુદ્ધ પર્યાય નિમિત્તમાત્ર છે.)
પાપઃ– હિંસા, અસત્ય, ચોરી, અવ્રત વગેરેના અશુભભાવ તે ભાવપાપ છે અને તે સમયે કર્મ યોગ્ય જડની શક્તિથી પરમાણુઓનો જથ્થો સ્વયં બંધાય તે દ્રવ્ય-પાપ છે. (તેમાં જીવની અશુદ્ધ પર્યાય નિમિત્તમાત્ર છે.) પરમાર્થે-ખરેખર આ પુણ્ય-પાપ (શુભાશુભભાવ) આત્માને અહિતકર છે, આત્માની ક્ષણિક અશુદ્ધ દશા છે, આત્માનું અસલી સ્વરૂપ નથી. દ્રવ્ય પુણ્ય-પાપ પુદ્ગલ દ્રવ્યની અશુદ્ધ અવસ્થા છે તે આત્માનું હિત-અહિત કરી શકે નહીં.
૪. બંધઃ– આત્માનું અજ્ઞાન, રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવમાં અટકી જવું તે ભાવબંધ છે અને તે સમયે કર્મ યોગ્ય પુદ્ગલનું સ્વયં કર્મરૂપ બંધાવું તે દ્રવ્યબંધ છે. (તેમાં જીવની અશુદ્ધ પર્યાય નિમિત્તમાત્ર છે.)
પ. સંવરઃ– પુણ્ય-પાપના વિકારી ભાવને (આસ્રવને) આત્માના શુદ્ધભાવ દ્વારા રોકવા તે ભાવસંવર છે અને તે અનુસાર નવાં કર્મ બંધાતાં અટકે તે દ્રવ્યસંવર છે.
૬. નિર્જરાઃ– અખંડાનંદ શુદ્ધ આત્મસ્વભાવના અવલંબનના બળથી સ્વરૂપ સ્થિરતાની વૃદ્ધિ વડે અશુદ્ધ (શુભાશુભ) અવસ્થાનો અંશે નાશ કરવો તે ભાવનિર્જરા અને તે સમયે ખરવા યોગ્ય જડ કર્મોનું અંશે ખરી જવું તે દ્રવ્યનિર્જરા છે.
૭. મોક્ષઃ– સમસ્ત કર્મોના ક્ષયના કારણભૂત તથા નિશ્ચયરત્નત્રયસ્વરૂપ પરમ વિશુદ્ધ પરિણામો તે ભાવમોક્ષ છે અને પોતાની યોગ્યતાથી સ્વયં સ્વતઃ દ્રવ્યકર્મોનો આત્મપ્રદેશોથી અત્યંત અભાવ થવો તે દ્રવ્યમોક્ષ છે, જીવ અત્યંત શુદ્ધ થઈ જાય તે દશાને મોક્ષતત્ત્વ કહે છે.
(૧) આ પ્રમાણે જેવું સાત તત્ત્વોનું (પુણ્ય-પાપને આસ્રવના પેટામાં ગણ્યા છે તેથી અહીં સાત તત્ત્વો કહ્યાં છે) સ્વરૂપ છે તેવું જે જીવ શુભભાવથી વિચારે છે તેને શુદ્ધનું લક્ષ હોય તો વ્યવહાર-સમકિત છે. વ્રતાદિના શુભભાવ સંવર-નિર્જરામાં ગણે તો આસ્રવતત્ત્વની શ્રદ્ધામાં ભૂલ આવે. વ્યવહારશ્રદ્ધામાં કોઈ પડખે ભૂલ ન આવે તેમ સાત તત્ત્વમાંથી શુદ્ધનય વડે એકરૂપ અખંડ જ્ઞાયકસ્વભાવી આત્માને તારવી