Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 24 of 655
PDF/HTML Page 79 of 710

 

અ. ૧ સૂત્ર ૬] [૨૧ છે તેને નિરૂપણ કરવામાં તત્પર છે તે સમ્યક્ અનેકાન્ત છે. દરેક ચીજ પોતાપણે છે અને પરપણે નથી. આત્મા સ્વસ્વરૂપે છે-પરસ્વરૂપે નથી; પર તેના સ્વરૂપે છે અને આત્માના સ્વરૂપે નથી-આ પ્રમાણે જાણવું તે સમ્યક્ અનેકાન્ત છે. અને તત્-અતત્ સ્વભાવની જે ખોટી કલ્પના કરવામાં આવે તે મિથ્યા અનેકાન્ત છે. જીવ પોતાનું કરી શકે અને બીજા જીવનું પણ કરી શકે-એમાં જીવનું પોતાથી અને પરથી એમ બન્નેથી તત્પણું થયું તેથી તે મિથ્યા-અનેકાન્ત છે.

(૬) સમ્યક્ અને મિથ્યા અનેકાન્તના દ્રષ્ટાંતો
૧-આત્મા પોતાપણે છે અને પરપણે નથી એમ જાણવું તે સમ્યક્ (સાચું)
અનેકાન્ત; આત્મા પોતાપણે છે અને પરપણે પણ છે એમ જાણવું તે
મિથ્યા અનેકાન્ત.
ર-આત્મા પોતાનું કરી શકે છે અને શરીરાદિ પર વસ્તુઓનું કાંઈ કરી શકતો
નથી-એમ જાણવું તે સમ્યક્ અનેકાન્ત;
આત્મા પોતાનું કરી શકે છે અને શરીરાદિ પરનું પણ કરી શકે છે એમ
જાણવું તે મિથ્યા અનેકાન્ત.
૩-આત્માને શુદ્ધભાવથી ધર્મ થાય અને શુભભાવથી ધર્મ ન થાય એમ
જાણવું તે સમ્યક્ અનેકાન્ત;
આત્માને શુદ્ધભાવથી ધર્મ થાય અને શુભભાવથી પણ ધર્મ થાય એમ
જાણવું તે મિથ્યા અનેકાન્ત.
૪-નિશ્ચયસ્વરૂપને આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના આશ્રયે ધર્મ ન થાય
એમ જાણવું તે સમ્યક્ અનેકાન્ત;
નિશ્ચયસ્વરૂપને આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના આશ્રયે પણ ધર્મ થાય
એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત.
પ-વ્યવહારનો અભાવ થતાં નિશ્ચય પ્રગટે એમ જાણવું તે સમ્યક્ અનેકાન્ત;
વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત.
૬-આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી લાભ થાય અને શરીરની ક્રિયાથી લાભ કે
નુકશાન ન થાય એમ જાણવું તે સમ્યક્ અનેકાન્ત; આત્માને પોતાની શુદ્ધ
ક્રિયાથી લાભ થાય અને શરીરની ક્રિયાથી પણ લાભ થાય એમ જાણવું તે
મિથ્યા અનેકાન્ત.
૭-એક વસ્તુમાં પરસ્પર બે વિરોધી શક્તિઓ (સત્-અસત્, તત્-અતત્,
નિત્ય-અનિત્ય, એક-અનેક વગેરે) પ્રકાશીને વસ્તુને સિદ્ધ કરે તે સમ્યક્
અનેકાન્ત;