Moksha Shastra (Gujarati). Sutra: 7 (Chapter 1).

< Previous Page   Next Page >


Page 33 of 655
PDF/HTML Page 88 of 710

 

૩૦] [મોક્ષશાસ્ત્ર

નિશ્ચયરત્નત્રયનું જે સમર્થન કરવામાં આવે છે તેનું તાત્પર્ય એ છે કે- ભેદપ્રવૃત્તિ તે વ્યવહારરત્નત્રય છે અને અભેદ પ્રવૃત્તિ તે નિશ્ચયરત્નત્રય છે.

(ર૯) છઠ્ઠા સૂત્રનો સિદ્ધાંત

હે જીવ! પ્રથમ તારે ધર્મ કરવો છે કે નહિ તે નક્કી કર. જો ધર્મ કરવો હોય તો ‘પરને આશ્રયે મારો ધર્મ નથી’ એવી શ્રદ્ધા દ્વારા પરાશ્રય ઉપર અભિપ્રાયમાં પ્રથમ કાપ મૂક. પરથી જે જે પોતામાં થતું માન્યું છે તે તે માન્યતાને સાચા ભાનવડે બાળી નાખ. જેમ સાત (પુણ્ય-પાપ સહિત નવ) તત્ત્વોને જાણી તેમાંથી જીવનો જ આશ્રય કરવો ભૂતાર્થ છે, તેમ અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે તેને જાણી, તેમાંથી એક જીવનો જ આશ્રય કરવો ભૂતાર્થ છે અને તે જ સમ્યગ્દર્શન છે- એમ સમજવું. ૬.

સમ્યગ્દર્શનાદિ તથા તત્ત્વ જાણવાના અમુખ્ય ઉપાય
निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः।। ७।।
અર્થઃ– [निर्देश स्वामित्व साधन अधिकरण स्थिति विधानतः] નિર્દેશ,

સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન-તેનાથી પણ સમ્યગ્દર્શનાદિ તથા જીવાદિક તત્ત્વોનો વ્યવહાર થાય છે.

ટીકા

૧–નિર્દેશ-વસ્તુસ્વરૂપના કથનને નિર્દેશ કહે છે. ર–સ્વામિત્વ-વસ્તુના અધિકારીપણાને સ્વામિત્વ કહે છે. ૩–સાધન-વસ્તુની ઉત્પત્તિના કારણને સાધન કહે છે. ૪–અધિકરણ-વસ્તુના આધારને અધિકરણ કહે છે. પ–સ્થિતિ-વસ્તુના કાળની અવધિને સ્થિતિ કહે છે. ૬–વિધાન-વસ્તુના ભેદોને વિધાન કહે છે. ઉપર કહ્યા તે છ પ્રકારે સમ્યગ્દર્શનનું વર્ણન નીચે પ્રમાણે છેઃ ૧–નિર્દેશ-જીવાદિ સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધાપૂર્વક નિજ શુદ્ધાત્માનો પ્રતિભાસ-વિશ્વાસ-પ્રતીતિ.

ર–સ્વામિત્વ-ચારેય ગતિના સંજ્ઞી-પંચેન્દ્રિય ભવ્ય જીવો.
૩–સાધન-સાધનના બે ભેદ છે-અંતરંગ અને બાહ્ય. અંતરંગ સાધન