Moksha Shastra (Gujarati). Sutra: 8 (Chapter 1).

< Previous Page   Next Page >


Page 35 of 655
PDF/HTML Page 90 of 710

 

૩૨] [મોક્ષશાસ્ત્ર ઉત્પત્તિનું કારણ થતું નથી. (શ્રી ધવલા પુસ્તક છઠ્ઠું, પૃષ્ઠ ૪રર-૪ર૩)

શંકાઃ– જિનબિંબદર્શન પ્રથમ સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ કેવી રીતે થાય છે?
સમાધાનઃ– જિનબિંબદર્શનથી
[જે જીવ પોતાના સંસ્કાર શુદ્ધ આત્મા તરફ

વાળે તેને) નિધત્ત અને નિકાચિતરૂપ મિથ્યાત્વાદિ કર્મકલાપનો પણ ક્ષય દેખવામાં આવે છે; તેથી જિનબિંબદર્શન પ્રથમ સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ થાય છે. (શ્રી ધવલા. પુસ્તક છઠ્ઠું, પૃષ્ઠ ૪ર૭-૪ર૮]

૪–અધિકરણઃ– સમ્યગ્દર્શનનું આભ્યંતર અધિકરણ આત્મા છે અને બાહ્ય અધિકરણ ત્રસનાડી છે. [લોકાકાશની મધ્યમાં ચૌદ રાજુ લાંબી અને એક રાજુ પહોળી જે સળંગ જગ્યા છે તેને ત્રસનાડી કહેવાય છે.)

પ–સ્થિતિઃ– ત્રણે પ્રકારના સમ્યગ્દર્શનની નાનામાં નાની સ્થિતિ અંતર્મુહૂર્ત છે. ઔપશમિકની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ તેટલી જ છે, ક્ષાયોપશમિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગર છે અને ક્ષાયિકની સ્થિતિ સાદિ-અનંત છે, તથા સંસારમાં રહેવાની અપેક્ષાએ તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગર તથા અંતર્મુહૂર્ત સહિત આઠ વર્ષ કમ-બે ક્રોડીપૂર્વ છે.

૬–વિધાનઃ– સમ્યગ્દર્શન એક પ્રકારે, અથવા સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ ત્રણ પ્રકારે-ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક; અથવા આજ્ઞા, માર્ગ, બીજ, ઉપદેશ, સૂત્ર, સંક્ષેપ, વિસ્તાર, અર્થ, અવગાઢ અને પરમ-અવગાઢ એમ દશ પ્રકારે છે.।। ।।

બીજા પણ અમુખ્ય ઉપાય બતાવે છે
सत्संख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च ।। ८।।
અર્થઃ– [च] અને [सत् संख्या क्षेत्र स्पर्शन काल अन्तर भाव अल्पबहुत्वैः]

સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પબહુત્વ એ આઠ અનુયોગ દ્વારા પણ પદાર્થનું જ્ઞાન થાય છે.

ટીકા

સત્ અને સંખ્યા–તે દ્રવ્ય, ગુણ, પર્યાયના સત્ત્વની અપેક્ષાએ પેટા ભેદ છે. સત્ સામાન્ય છે, સંખ્યા વિશેષ છે.

ક્ષેત્ર અને સ્પર્શન–તે ક્ષેત્રના પેટા ભેદ છે. ક્ષેત્ર સામાન્ય છે, સ્પર્શન વિશેષ છે.
કાળ અને અંતર–તે કાળના પેટા ભેદ છે. કાળ સામાન્ય છે, અંતર વિશેષ છે.