Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 36 of 655
PDF/HTML Page 91 of 710

 

અ. ૧ સૂત્ર ૮] [૩૩

ભાવ અને અલ્પબહુત્વ–તે ભાવના પેટા ભેદ છે. ભાવ સામાન્ય છે, અલ્પબહુત્વ વિશેષ છે.

સત્–વસ્તુના અસ્તિત્વને સત્ કહે છે. સંખ્યા–વસ્તુના પરિમાણોની ગણતરીને સંખ્યા કહે છે. ક્ષેત્ર–વસ્તુના વર્તમાન કાળના નિવાસને ક્ષેત્ર કહે છે. સ્પર્શન–વસ્તુના ત્રણેકાળ સંબંધી નિવાસને સ્પર્શન કહે છે. કાળ–વસ્તુની સ્થિર રહેવાની મર્યાદાને કાળ કહે છે. અંતર–વસ્તુના વિરહકાળને અંતર કહે છે. ભાવ–ગુણને અથવા ઔપશમિક, ક્ષાયિક આદિ પાંચ ભાવોને ભાવ કહે છે. અલ્પબહુત્વ–અન્ય પદાર્થની અપેક્ષાથી વસ્તુની હીનતા-અધિકતાના વર્ણનને અલ્પબહુત્વ કહે છે.

અનુયોગ–ભગવાને કહેલો ઉપદેશ વિષય અનુસાર જુદા જુદા અધિકારમાં આવેલો છે, તે દરેક અધિકારને અનુયોગ કહે છે. સમ્યક્જ્ઞાનનો ઉપદેશ આપવા અર્થે પ્રવૃત્ત થયેલો અધિકાર તે અનુયોગ છે.

સત્ અને નિર્દેશમાં તફાવત

જો ‘સત્’ શબ્દ સામાન્યથી સમ્યગ્દર્શનાદિનું હોવાપણું કહેનારો હોય તો નિર્દેશમાં તેનો સમાવેશ થઈ જાય, પણ ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ વગેરે ચૌદ માર્ગણાઓ છે તેમાં કઈ જગ્યાએ ક્યા પ્રકારનું સમ્યગ્દર્શન છે અને ક્યા પ્રકારનું નથી તે પ્રકારના વિશેષનું જ્ઞાન ‘સત્’થી થાય છે, ‘નિર્દેશ’થી એ જ્ઞાન થતું નથી; એ પ્રમાણે સત્ અને નિર્દેશમાં તફાવત છે.

આ સૂત્રમાં ‘સત્’ શબ્દ વાપરવાનું કારણ

‘સત્’ શબ્દનું એવું સામર્થ્ય છે કે, તે અનધિકૃત પદાર્થોનું (જેનો અધિકાર ન હોય તેવા પદાર્થોનું) પણ જ્ઞાન કરાવી શકે છે. જો ‘સત્’ શબ્દ ન વાપર્યો હોત તો આગલા સૂત્રમાં સમ્યગ્દર્શન વગેરે તથા જીવ આદિ સાત તત્ત્વોનું જ અસ્તિત્વ (‘નિર્દેશ’ શબ્દને કારણે) છે એવું જ્ઞાન થાત, અને જીવના ક્રોધ, માન આદિ પર્યાય તથા પુદ્ગલના વર્ણ, ગંધ આદિ તથા ઘટ પટ આદિ પર્યાય-જેનો આ અધિકાર નથી- તેનું અસ્તિત્વ નથી-એવો અર્થ થાત; માટે જીવમાં ક્રોધાદિ છે તથા પુદ્ગલમાં વર્ણાદિ છે એવા અનધિકૃત પદાર્થો છે એવું જ્ઞાન કરાવવા માટે ‘સત્’ શબ્દ આ સૂત્રમાં વાપર્યો છે.