૭૪ સમયસાર નાટક
મિથ્યાત્વ અને સમ્યકત્વનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
महा धीठ दुखकौ वसीठ परदर्वरूप,
अंधकूप काहूपै निर्वायौ नहि गयौ है।
ऐसौ मिथ्याभाव लग्यौ जीवकौं अनादिहीकौ,
याही अहंबुद्धि लिए नानाभांति भयौ है।।
काहू समै काहूकौ मिथ्यात अंधकार भेदि,
ममता उछेदि सुद्धभाव परिनयौहै।
तिनही विवेक धारि बंधकौ विलास डारि,
आतम सकतिसौंजगत जीत लयौ है।। ११।।
શબ્દાર્થઃ– ધીઠ (ધૃષ્ટ)=હઠીલો. વસીઠ=દૂત. નિવારયૌ=દૂર કર્યો. સમૈ
(સમય) ઉછેદિ=ખસેડીને. પરિનયૌ=થયો. સક્તિ (શક્તિ)=બળ.
અર્થઃ– જે અત્યંત કઠોર છે, દુઃખોનો દૂત છે, પરદ્રવ્ય જનિત છે, અંધારિયા
કૂવા સમાન છે, કોઈથી ખસેડી શકાતો નથી* એવો મિથ્યાત્વ ભાવ જીવને
અનાદિકાળથી લાગી રહ્યો છે. અને એ જ કારણે જીવ, પરદ્રવ્યમાં અહંબુદ્ધિ કરીને
અનેક અવસ્થાઓ ધારણ કરે છે. જો કોઈ જીવ કોઈ વખતે મિથ્યાત્વનો અંધકાર
નષ્ટ કરે અને પરદ્રવ્યમાંથી મમત્વભાવ ખસેડીને શુદ્ધભાવરૂપ પરિણામ કરે તો તે
ભેદવિજ્ઞાન ધારણ કરીને બંધના કારણોને* દૂર કરીને, પોતાની આત્મશક્તિથી
સંસારને જીતી લે છે અર્થાત્ મુક્ત થઈ જાય છે. ૧૧.
_________________________________________________________________
* મિથ્યાત્વ વિભાવભાવ છે તેને દૂર કરીને અનંત જીવ મુક્ત થયા છે. પણ હા,મુશ્કેલીથી દૂર થાય છે
એ દ્રષ્ટિએ ‘નિવારયૌ નહિ ગયો હૈ’ એ પદ આપ્યું છે.
* મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ.
आसंसारत एव धावति परं कुर्वेऽहमित्युच्चकै–
र्दुर्वारंननु मोहिनामिह महाहङ्काररूपं तमः।
तद्भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत्
तत्किं ज्ञानधनस्य बन्धनमहो भूयो भवेदात्मनः।। १०।।