કર્તા કર્મ ક્રિયાદ્વાર ૭૩
તો જીવ-પુદ્ગલની જ્યારે જુદી જુદી સત્તા છે ત્યારે એક સ્વભાવ કેવી રીતે હોઈ
શકે ?
ભાવાર્થઃ– અચેતન કર્મનો કર્તા અથવા ક્રિયા અચેતન જ હોવી જોઈએ.
ચૈતન્ય આત્મા જડ કર્મનો કર્તા નથી થઈ શકતો. ૯.
કર્તા, કર્મ અને ક્રિયા પર વિચાર (સવૈયા એકત્રીસા)
एक परिनामके न करता दरव दोइ,
दोइ परिनामएक दर्व न धरतु है।।
एक करतूति दोइ दर्व कबहूँ न करै,
दोइ करतूति एक दर्व न करतु है।।
जीव पुदगल एक खेत–अवगाही दोउ,
अपनें अपनें रूपकोउ न टरतु है।
जड परनामनिकौ करता है पुदगल,
चिदानंदचेतन सुभाउ आचरतु है।। १०।।
શબ્દાર્થઃ– કરતૂતિ=ક્રિયા. એક ખેત-અવગાહી (એકક્ષેત્રાવગાહી)=એક જ
સ્થાનમાં રહેનાર. ના ટરતુ હૈ=ખસતું નથી આચરતુ હૈ=વર્તે છે.
અર્થઃ– એક પરિણામના કર્તા બે દ્રવ્ય નથી હોતાં, બે પરિણામોને એક દ્રવ્ય
નથી કરતું, એક ક્રિયાને બે દ્રવ્ય કદી નથી કરતાં, બે ક્રિયાઓને પણ એક દ્રવ્ય નથી
કરતું. જીવ અને પુદ્ગલ જોકે એક ક્ષેત્રાવગાહી છે તોપણ પોતપોતાના સ્વભાવને
નથી છોડતા. પુદ્ગલ જડ છે તેથી અચેતન પરિણામોનો કર્તા છે અને ચિદાનંદ
આત્મા ચૈતન્યભાવનો કર્તા છે. ૧૦.
_________________________________________________________________
नैकस्य हि कर्तारौ द्वौ स्तो द्वे कर्मणी न चैकस्य।
नैकस्य चक्रिये द्वे एकमनेकं यतो न स्यात्।। ९।।