૭૨ સમયસાર નાટક
માટી છે તેથી માટી જ કર્તા છે, માટી ઘડારૂપ થાય છે તેથી માટી જ કર્મ છે અને
પિંડરૂપ પર્યાય માટીની હતી અને ઘડારૂપ પર્યાય પણ માટી જ થઈ તેથી માટી જ
ક્રિયા છે. પરિણામી=અવસ્થાઓ બદલનાર. પરિનામ=અવસ્થા.
અર્થઃ– અવસ્થાઓ બદલનાર દ્રવ્ય કર્તા છે, તેની અવસ્થા કર્મ છે ને એક
અવસ્થામાંથી બીજી અવસ્થારૂપે થવું તે ક્રિયા છે. આ રીતે એક વસ્તુના ત્રણ નામ
છે.
વિશેષઃ– અહીં અભેદ-વિવક્ષાથી કથન છે; દ્રવ્ય પોતાના પરિણામોને કરનાર
પોતે છે તેથી તે તેમનો કર્તા છે, તે પરિણામ દ્રવ્યના છે અને તેનાથી અભિન્ન છે
તેથી દ્રવ્ય જ કર્મ છે, દ્રવ્ય એક અવસ્થામાંથી બીજી અવસ્થારૂપે થાય છે અને તે
પોતાની બધી અવસ્થાઓથી અભિન્ન રહે છે તેથી દ્રવ્ય જ ક્રિયા છે. ભાવ એ છે કે
દ્રવ્ય જ કર્તા છે, દ્રવ્ય જ કર્મ છે અને દ્રવ્ય જ ક્રિયા છે; વસ્તુ એક જ છે. નામ ત્રણ
છે. ૭.
કર્તા, કર્મ અને ક્રિયાનું એકત્વ (દોહરા)
करता करम क्रिया करै, क्रिया करम करतार।
नाम–भेद बहु विधि भयौ,वस्तु एक निरधार।। ८।।
શબ્દાર્થઃ– બહુ વિધિ=અનેક પ્રકારનો. નિરધાર=નિશ્ચય.
અર્થઃ– કર્તા, કર્મ અને ક્રિયાનો કરનાર છે, કર્મ પણ ક્રિયા અને કર્તારૂપ છે,
તેથી નામના ભેદથી એક જ વસ્તુ કેટલાય રૂપ થાય છે. ૮. વળી
एक करम करतव्यता,करै न करता दोइ।
दुधा दरव सत्ता सधी, एक भाव क्यौं होइ।। ९।।
શબ્દાર્થઃ– દુધા=બે પ્રકારે.
અર્થઃ– એક કર્મની એક જ ક્રિયા અને એક જ કર્તા હોય છે, બે નથી હોતા;
_________________________________________________________________
एकः परिणमति सदा परिणामो जायते सदैकस्य।
एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः।। ७।।
नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत।
उभयोर्न परिणतिः स्याद्यदनेकमनेकमेव सदा।। ८।।