કર્તા કર્મ ક્રિયાદ્વાર ૭૧
जीवदरव चिद्रूप सहज, पुदगल अचेत जड़।
जीव अमूरति मूरतीक, पुदगल अंतरबड़।।
जब लग न होइ अनुभौ प्रगट,
तब लग मिथ्यामति लसै।
करतार जीव जड़ करमकौ,
सुबुधि विकास यहु भ्रम नसै।। ६।।
શબ્દાર્થઃ– જ્ઞાયક=જાણનાર. ઈહિ લાયક=એને યોગ્ય. અચેત=જ્ઞાનરહિત.
બડ=મોટું. મિથ્યામતિ=અજ્ઞાન. લસૈ=રહે ભ્રમ=ભૂલ.
અર્થઃ– જીવમાં જ્ઞાનગુણ છે, તે પોતાના અને અન્ય દ્રવ્યોના ગુણોનો જ્ઞાતા
છે. પુદ્ગલ એને યોગ્ય નથી અને તેનામાં પોતાના અથવા અન્ય દ્રવ્યોના ગુણ
જાણવાની શક્તિ નથી. જીવ ચેતન છે અને પુદ્ગલ અચેતન, જીવ અરૂપી છે અને
પુદ્ગલ રૂપી, આ રીતે બન્નેમાં મોટો તફાવત છે. જ્યાં સુધી ભેદવિજ્ઞાન થતું નથી
ત્યાંસુધી અજ્ઞાન રહે છે અને જીવ પોતાને કર્મનો કર્તા માને છે પરંતુ સુબુદ્ધિનો
પ્રકાશ થતાં આ ભ્રમ મટી જાય છે. ૬.
કર્તા,કર્મ અને ક્રિયાનું સ્વરૂપ (દોહરો)
करता परिनामी दरव, करम रूप परिनाम।
किरिया परजयकी फिरनि, वस्तु एक त्रय नाम।। ७।।
શબ્દાર્થઃ– કર્તા=જે કાર્ય કરે તેે. કર્મ=કરેલું કાર્ય. ક્રિયા=પર્યાયનું રૂપાંતર થવું
તે, જેમકેઃ- ઘડો બનાવવામાં કુંભાર કર્તા, ઘડો કર્મ અને માટીના પિંડરૂપ પર્યાયમાંથી
ઘડારૂપ થવું તે ક્રિયા છે, પણ આ ભેદ-વિવક્ષાનું કથન છે. અભેદ-વિવક્ષામાં ઘડાને
ઉત્પન્ન કરનારી
_________________________________________________________________
ज्ञानी जानन्नपीमां स्वपरपरिणति पुद्गलश्चाप्यजानन्
व्याप्तृव्याप्यत्वमन्तः कलयितुमसहौ नित्यमत्यन्तभेदात्।
अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न याव–
द्विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः।। ५।।
यः परिणमति स कर्त्ता यः परिणामो भवेत्तु तत्कर्म।
यापरिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया।। ६।।