૭૦ સમયસાર નાટક
ભેદવિજ્ઞાની જીવ લોકોને કર્મનો કર્તા દેખાય છે પણ તે વાસ્તવમાં અકર્તા છે.
(સવૈયા એકત્રીસા)
जैसो जो दरव ताके तैसो गुन परजाय,
ताहीसौंमिलत पै मिलै न काहु आनसौं।
जीव वस्तु चेतन करम जड़ जातिभेद,
अमिलमिलापज्यौं नितंब जुरै कानसौं।।
ऐसौ सुविवेक जाकै हिरदै प्रगट भयौ,
ताकौ भ्रम गयौ ज्यौं तिमिर भागै भानसौं।
सोई जीव करमकौ करता सौ दीसै पै,
अकरता कह्यौ है सुद्धताके परमानसौं।। ५।।
શબ્દાર્થઃ– આનસૌં (અન્યસે)=બીજાઓથી. અમિલ મિલાપ= ભિન્નતા.
નિતંબ=મોતી. સુવિવેક=સમ્યગ્જ્ઞાન. ભાન(ભાનુ)=સૂર્ય. સોઈ=તે.
અર્થઃ– જે દ્રવ્ય જેવું છે તેવા જ તેના ગુણ-પર્યાય હોય છે અને તે તેની
સાથે જ મળે છે, બીજા કોઈ સાથે મળતા નથી. ચૈતન્ય જીવ અને જડ કર્મમાં
જાતિભેદ છે, તેથી મોતી અને કાનની જેમ તેમનામાં ભિન્નતા છે, આવું સમ્યગ્જ્ઞાન
જેના હૃદયમાં જાગ્રત થાય છે તેનું મિથ્યાત્વ, સૂર્યના ઉદયમાં અંધકારની જેમ દૂર થઈ
જાય છે. તે લોકોને કર્મનો કર્તા દેેખાય છે પરંતુ રાગ-દ્વેષ આદિ રહિત શુદ્ધ હોવાથી
તેને આગમમાં અકર્તા કહ્યો છે. પ.
જીવ અને પુદ્ગલના જુદા જુદા સ્વભાવ (છંદ છપ્પા)
जीव ग्यानगुन सहित, आपगुन–परगुन–ज्ञायक।
आपा परगुन लखै, नांहि पुग्गल इहि लायक।
_________________________________________________________________
व्याप्यव्यापकता तदात्मनि भवेन्नेवातदात्मन्यपि
व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः।
इत्युद्दामविवेकघस्मरमहो भारेण भिन्दंस्तमो
ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान्।। ४।।