૭૬ સમયસાર નાટક
ભેદજ્ઞાનનું રહસ્ય મિથ્યાદ્રષ્ટિ નથી જાણતો એના ઉપર દ્રષ્ટાંત (સવૈયા એકત્રીસા)
जैसैं गजराज नाज घासके गरास करि,
भच्छत सुभाय नहि भिन्न रस लीयौ है।
जैसैं मतवारौ नहि जानै सिखरनि स्वाद,
जुंगमें मगन कहै गऊ दूध पीयौ है।।
तैसैं मिथ्याद्रष्टि जीव ग्यानरूपी है सदीव,
पग्यौ पाप पुन्नसौं सहज सुन्न हीयौ है।
चेतन अचेतन दुहूँकौ मिश्र पिंड लखि,
एकमेकमानै न विवेक कछु कीयौ है।। १३।।
શબ્દાર્થઃ– ગજરાજ=હાથી. ગરસ(ગ્રાસ)=કોળિયો. સિખરનિ(શ્રીખંડ)=
અત્યંત ગાઢ દહીં અને ખાંડનું મિશ્રણ. જુંગ=ધૂન. સન્ન (શૂન્ય)= વિવેક રહિત.
અર્થઃ– જેમ હાથી અનાજ અને ઘાસનો મળેલો કોળિયો ખાય છે પણ
ખાવાનો જ સ્વભાવ હોવાથી જુદો જુદો સ્વાદ લેતો નથી, અથવા જેવી રીતે
શરાબથી મત્ત બનેલને શીખંડ ખવરાવવામાં આવે, તો તે નશામાં તેનો સ્વાદ ન
જાણતાં કહે કે એનો સ્વાદ ગાયના દૂધ જેવો છે, તેવી જ રીતે મિથ્યાદ્રષ્ટિ જીવ જોકે
સદાજ્ઞાનમૂર્તિ છે, તોપણ પુણ્ય-પાપમાં લીન હોવાને કારણે તેનું હૃદય આત્મજ્ઞાનથી
શૂન્ય રહે છે, તેથી ચેતન-અચેતન બન્નેના મળેલા પિંડને જોઈને એક જ માને છે
અને કાંઈ વિચાર નથી કરતો.
ભાવાર્થઃ– મિથ્યાદ્રષ્ટિ જીવ સ્વ-પર વિવેકના અભાવમાં પુદ્ગલના મેળાપથી
જીવને કર્મનો કર્તા માને છે. ૧૩.
_________________________________________________________________
अज्ञानतस्तु सतृणाभ्यवहारकारी
ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः।
पीत्वा दधीक्षुमधुराम्लरसातिगृद्धया
गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालम्।। १२।।