કર્તા કર્મ ક્રિયાદ્વાર ૭૭
જીવને કર્મનો કર્તા માનવો તે મિથ્યાત્વ છે એના ઉપર દ્રષ્ટાંત
(સવૈયા એકત્રીસા)
जैसैं महा धूपकी तपतिमैं तिसायौ मृग;
भरमसौं मिथ्याजल पीवनकौं धायौ है।
जैसैं अंधकार मांहि जेवरी निरखि नर,
भरमसौं डरपि सरप मानि आयौहै।।
अपनैं सुभाव जैसैं सागर सुथिर सदा,
पवन–संजोगसौं उछरि अकुलायौ है।
तैसैं जीव जड़सौ अव्यापक सहज रूप,
भरमसौ करमकौ करता कहायौ है।। १४।।
શબ્દાર્થઃ– તપતિ=ગરમી. તિસાયૌ=તરસ્યો. મિથ્યાજળ=મૃગજળ.
જેવરી=દોરડું. સરપ (સર્પ)=સાપ. સાગર=સમુદ્ર. થિર=સ્થિર.અવ્યાપક= ભિન્ન.
ભરમ=ભૂલ.
અર્થઃ– જેવી રીતે અત્યંત આકરા તડકામાં તરસથી પીડાયેલું હરણ ભૂલથી
મૃગજળ પીવાને દોડે છે,અથવા જેમ કોઈ મનુષ્ય અંધારામાં દોરડું જોઈને તેને સર્પ
જાણી ભયભીત થઈને ભાગે છે અને જેવી રીતે સમુદ્ર પોતાના સ્વભાવથી સદૈવ
સ્થિર છે તો પણ પવનની લહેરોથી લહેરાય છે; તેવી જ રીતે જીવ સ્વભાવથી જડ
પદાર્થોથી ભિન્ન છે, પરંતુ મિથ્યાત્વી જીવ ભૂલથી પોતાને કર્મનો કર્તા માને છે. ૧૪.
_________________________________________________________________
अज्ञानान्मृगतृष्णिकां जलधिया धावन्ति पातुं मृगा
अज्ञानात्तमसि द्रवन्ति भुजगाध्यासेन रज्जौ जनाः।
अज्ञानाश्च विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत
शुद्धज्ञानमया अपि स्वयममी कर्त्रीभवन्त्याकुलाः।। १३।।