૭૮ સમયસાર નાટક
ભેદવિજ્ઞાની જીવ કર્મનો કર્તા નથી, માત્ર દર્શક છે.
(સવૈયા એકત્રીસા)
जैसैं राजहंसके वदनके सपरसत,
देखिये प्रगट न्यारौ छीर न्यारौ नीरहै।
तैसैं समकितीकी सुद्रष्टिमैं सहज रूप,
न्यारौ जीव न्यारौ कर्म न्यारौ ही सरीर है।।
जब सुद्ध चेतनकौ अनुभौ अभ्यासै तब,
भासै आपु अचल न दूजौ और सीर है।
पूरव करम उदै आइके दिखाई देइ,
करतान होय तिन्हकौ तमासगीर है।। १५।।
શબ્દાર્થઃ– વદન=મુખ. સપરસત (સ્પર્શત)=અડવાથી. છીર(ક્ષીર)=દૂધ.
નીર=પાણી. ભાસૈ=દેખાય છે. સીર=સાથી. તમાસગીર=દર્શક.
અર્થઃ– જેવી રીતે હંસના મુખનો સ્પર્શ થવાથી દૂધ અને પાણી જુદાં જુદાં
થઈ જાય છે, તેવી જ રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવોની સુદ્રષ્ટિમાં સ્વભાવથી જ જીવ, કર્મ
અને શરીર ભિન્ન ભિન્ન ભાસે છે. જ્યારે શુદ્ધ ચૈતન્યના અનુભવનો અભ્યાસ થાય
ત્યારે પોતાનું અચળ આત્મદ્રવ્ય પ્રતિભાસિત થાય છે, તેનો કોઈ બીજા સાથે મેળ
દેખાતો નથી. હા, પૂર્વે બાંધેલાં કર્મો ઉદયમાં આવેલાં દેખાય છે પણ અહંબુદ્ધિના
અભાવમાં તેમનો કર્તા નથી થતો, માત્ર જોનાર રહે છે. ૧પ.
_________________________________________________________________
ज्ञानाद्विवेचकतया तु परात्मनोर्यो
जानाति हंस इववाःपयसोर्विशेषं।
चैतन्यधातुमचलं स सदाधिरूढो
जानीत एव हि करोति न किञ्चनापि।। १४।।