Natak Samaysar (Gujarati). Gatha: 16 (Karta Karma Kriya Dvar).

< Previous Page   Next Page >


Page 79 of 444
PDF/HTML Page 106 of 471

 

background image
કર્તા કર્મ ક્રિયાદ્વાર ૭૯
મળેલા જીવ અને પુદ્ગલની જુદી જુદી ઓળખાણ
(સવૈયા એકત્રીસા)
जैसैं उसनोदकमैं उदक–सुभाव सीरौ,
आगकी उसनता फरस ग्यानलखियै।
जैसैं स्वाद व्यंजनमैं दीसत विविधरूप,
लौनकौ सुवाद खारौ जीभ–ग्यान चखियै।।
तैसैं घट पिंडमैं विभावता अग्यानरूप,
ग्यानरूप जीव भेद–ग्यानसौं परखिये।
भरमसौं करमकौ करता है चिदानंद,
दरव विचार करतार भाव नखियै।। १६।।
શબ્દાર્થઃ– ઉસનોદક (ઉષ્ણોદક)=ગરમ જળ. ઉદક=જળ. સીરૌ=ઠંડું. ઉસનતા
(ઉષ્ણતા)=ગરમી. ફરસ=સ્પર્શ. વ્યંજન=શાક. નખિયૈ=છોડી દેવું જોઈએ.
અર્થઃ– જેવી રીતે સ્પર્શજ્ઞાનથી ઠંડા સ્વભાવવાળા ગરમ જળની અગ્નિજનિત
ઉષ્ણતા ઓળખી શકાય છે. અથવા જેવી રીતે જિહ્વા ઈન્દ્રિયથી અનેક સ્વાદવાળા
શાકમાં મીઠું જુદું ચાખી લેવામાં આવે છે, તેવી જ રીતે ભેદવિજ્ઞાનથી શરીરરૂપ
પિંડમાંનો અજ્ઞાનરૂપ વિકાર અને જ્ઞાનમૂર્તિ જીવ ઓળખી શકાય છે, આત્માને કર્મનો
કર્તા માનવો એ મિથ્યાત્વ છે, દ્રવ્ય દ્રષ્ટિથી ‘આત્મા કર્મનો કર્તા છે’ એવો ભાવ જ
ન હોવો જોઈએ. ૧૬.
_________________________________________________________________
ज्ञानादेव ज्वलनपयसोरौष्ण्यशैत्यव्यवस्था
ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः।
ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातोः
क्रोधादेश्च प्रभवति भिदा भिन्दती कर्तृभावम्।। १५।।