Natak Samaysar (Gujarati). Treeja adhikaarno saar.

< Previous Page   Next Page >


Page 93 of 444
PDF/HTML Page 120 of 471

 

background image
કર્તા કર્મ ક્રિયાદ્વાર ૯૩
શબ્દાર્થઃ– ભરમ(ભ્રમ)=અજ્ઞાન. પ્રબોધ=સમ્યગ્જ્ઞાન. ઉદિત=પ્રકાશિત.
અનય=અન્યાય. ધરમરાજ=ધર્મયુક્ત રાજય. વરતંત=પ્રવર્તતું. પુર=નગર.
પરેખિયે=દેખાય છે.
અર્થઃ– જીવ મિથ્યાભાવ નથી કરતો અને ન તો રાગાદિ ભાવમળનો ધારક
છે. કર્મ પુદ્ગલ છે અને જ્ઞાન તો જ્ઞાનરસમાં જ લીન રહે છે, જીવના અસંખ્યાત
પ્રદેશોમાં તેની સ્થિર, ગંભીર, ધીર, નિર્મળ, જ્યોતિ અત્યંત ઝગમગે છે, તે જ્યાંસુધી
હૃદયમાં પ્રકાશિત રહે છે ત્યાંસુધી મિથ્યાત્વ નથી રહેતું. જેવી રીતે નગરમાં ધર્મરાજ
વર્તતું હોય ત્યારે બધે નીતિ જ નીતિ દેખાય છે, અનીતિનો લેશ પણ રહેતો નથી.
૩૬.
ત્રીજા અધિકારનો સાર
કરવું તે ક્રિયા, કરવામાં આવે તે કર્મ, જે કરે તે કર્તા છે. અભિપ્રાય એ છે કે
જે ક્રિયાનો વ્યાપાર કરે અર્થાત્ કામ કરનારને કર્તા કહે છે, જેમાં ક્રિયાનું ફળ રહે છે
અર્થાત્ કરેલા કામને કર્મ કહે છે, જે કાર્ય કરવામાં આવે તેને ક્રિયા કહે છે. જેમ કે,
કુંભાર કર્તા છે, ઘડો કર્મ છે અને ઘડો બનાવવાની વિધિ ક્રિયા છે. અથવા જ્ઞાનીરામ
કેરી તોડે છે, આ વાકયમાં જ્ઞાનીરામ કર્તા, કેરી કર્મ અને તોડવું તે ક્રિયા છે.
યાદ રાખવું કે ઉપરનાં બે દ્રષ્ટાંતોમાં જે સ્પષ્ટ કર્યું છે તે ભેદ-વિવક્ષાથી છે,
કારણ કે કર્તા કુંભાર જુદો પદાર્થ છે, કર્મ ઘડો જુદો પદાર્થ છે, ઘડાની રચનારૂપ
ક્રિયા જુદી છે. આ જ રીતે બીજા વાકયમાં જ્ઞાનીરામ કર્તા જુદો છે, કેરી કર્મ જુદું છે
અને તોડવાની ક્રિયા જુદી છે. જેવી રીતે ભેદવ્યવહારમાં કર્તા-કર્મ-ક્રિયા ભિન્ન
ભિન્ન રહે છે, તેમ અભેદ-દ્રષ્ટિમાં નથી હોતું, એક પદાર્થમાં જ કર્તા-કર્મ-ક્રિયા ત્રણે
રહે છે. જેમ કે “ ચિદ્ભાવ કર્મ ચિદેશ કર્તા ચેતના કિરિયા તહાઁ” અર્થાત્ ચિદેશ
આત્મા કર્તા ચૈતન્યભાવ કર્મ અને ચેતના (જાણવું) ક્રિયા છે; અથવા માટી કર્તા,
ઘડો કર્મ અને માટીનું પિંડપર્યાયમાંથી ઘટપર્યાયરૂપ થવું તે ક્રિયા છે આ અધિકારમાં
કર્તા-કર્મ-ક્રિયા શબ્દ કયાંક ભેદદ્રષ્ટિથી અને કયાંક અભેદદ્રષ્ટિથી આવ્યા છે તેથી
ખૂબ ગહન વિચારપૂર્વક સમજવું.
અજ્ઞાનની દશામાં જીવ શુભાશુભ કર્મ અને શુભાશુભ પ્રવૃત્તિને પોતાની માને
છે અને તેનો કર્તા પોતે બને છે, પરંતુ ખૂબ ધ્યાન રાખો કે લોકમાં અનંત
પૌદ્ગલિક