Natak Samaysar (Gujarati). Gatha: 36 (Karta Karma Kriya Dvar).

< Previous Page   Next Page >


Page 92 of 444
PDF/HTML Page 119 of 471

 

background image
૯૨ સમયસાર નાટક
निज निज विलासजुत जगतमहि,
जथा सहजपरिनमहि तिम,।
करतार जीव जड़ करमकौ,
मोह–विकल जन कहहि इम।। ३५।।
શબ્દાર્થઃ– બસહિં=રહે છે. મહિ=માં. અલખ=આત્મા. કિમિ=કેવી રીતે.
પ્રકૃતિ=સ્વભાવ. સમ=એકસરખું. જુત (યુત)=સહિત. વિકલ=દુઃખી.
અર્થઃ– જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ અને રાગ-દ્વેષ આદિ ભાવકર્મ- આ બન્ને
ભિન્ન ભિન્ન સ્વભાવવાળાં છે, મળીને એક નથી થઈ શકતાં, અને એ જીવના
સ્વભાવ પણ નથી. દ્રવ્યકર્મ પુદ્ગલરૂપ છે અને ભાવકર્મ જીવના વિભાવ છે. આત્મા
એક છે અને પુદ્ગલકર્મ અનંત છે, બન્નેની એકસરખી પ્રકૃતિ કેવી રીતે હોઈ શકે?
કારણ કે સંસારમાં બધાં દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં પરિણમન કરે છે તેથી જે
મનુષ્ય જીવને કર્મનો કર્તા કહે છે તે કેવળ મોહની વિકળતા છે. ૩પ.
શુદ્ધાત્માનુભવનું માહાત્મ્ય. (છપ્પા)
जीव मिथ्यात्व न करै, भाव नहि धरै भरम मल।
ग्यान ग्यानरस रमै, होइ करमादिक
पुदगल।।
असंख्यातपरदेस सकति, जगमगै प्रगट अति।
चिदविलास गंभीर धीर, थिर रहै विमलमति।।
जब लगि प्रबोध घटमहि उदित,
तब लगि अनय न पेखिये।
जिमि धरम–राज वरतंत पुर,
जहं तहंनीति परेखिये।। ३६।।
_________________________________________________________________
कर्त्ता कर्त्ता भवति न यथा कर्म कर्मापि नैव
ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोऽपि।
ज्ञानज्योतिर्ज्वलितमचलं व्यक्तमन्तस्तथोच्चै–
श्चिच्छक्तीनां निकरभरतोऽत्यन्तगम्भीरमेतत्।। ५४।।