કર્તા કર્મ ક્રિયાદ્વાર ૯૧
શબ્દાર્થઃ– સોઇ=તે જ. કરતારા=કર્તા. જાનનહારા=જ્ઞાતા.
અર્થઃ– જે કર્મ કરે તે કર્તા છે અને જે જાણે તે જ્ઞાતા છે, જે કર્તા છે તે
જ્ઞાતા નથી હોતો અને જે જ્ઞાતા છે તે કર્તા નથી હોતો.
ભાવાર્થઃ– મૂઢ અને જ્ઞાની બન્નેની ક્રિયા જોવામાં એકસરખી લાગે છે પરંતુ
બન્નેના ભાવોમાં મોટો તફાવત છે, અજ્ઞાની જીવ મમત્વભાવના સદ્ભાવમાં બંધન
પામે છે અને જ્ઞાની મમત્વના અભાવમાં અબંધ રહે છે. ૩૩.
જે જ્ઞાની છે તે કર્તા નથી. (સોરઠા)
ग्यान मिथ्यात न एक, नहि रागादिक ग्यान महि।
ग्यान करम अतिरेक, ग्याता सो करता नहीं।। ३४।।
શબ્દાર્થઃ– મહિ=માં. અતિરેક (અતિરિક્ત)=ભિન્ન ભિન્ન.
અર્થઃ– જ્ઞાનભાવ અને મિથ્યાત્વભાવ એક નથી અને જ્ઞાનમાં રાગાદિભાવ
હોતા નથી. જ્ઞાનથી કર્મ ભિન્ન છે, જે જ્ઞાતા છે તે કર્તા નથી. ૩૪.
જીવ કર્મનો કર્તા નથી (છપ્પા)
करम पिंड अरु रागभाव, मिलि एक हौंहि नहि।
दोऊ भिन्न–सरूप बसहिं, दोऊ न जीवमहि।।
करमपिंड पुग्गल, विभाव रागादि मूढ़ भ्रम।
अलख एक पुग्गल अनंत, किमि धरहि प्रकृति सम।।
_________________________________________________________________
ज्ञप्तिः करोतौ न हि भासतेऽन्तः, ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः।
ज्ञप्तिः करोतिश्च ततो विभिन्ने ज्ञाता न कर्तेति ततः स्थितं च।। ५२।।
कर्त्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्त्तरि
द्वन्द्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः।
ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थिति –
र्नेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम्।। ५३।।