૯૦ સમયસાર નાટક
અર્થઃ– જેવી રીતે જળનો એક વર્ણ છે, પરંતુ ગેરુ, રાખ, રંગ આદિ અનેક
વસ્તુઓનો સંયોગ થતાં અનેકરૂપ થઈ જવાથી ઓળખવામાં આવતો નથી, પછી
સંયોગ દૂર થતાં પોતાના સ્વભાવમાં વહેવા લાગે છે, તેવી જ રીતે આ ચૈતન્યપદાર્થ
વિભાવ-અવસ્થામાં ગતિ, યોનિ, કુળરૂપ સંસારમાં ચક્કર લગાવ્યા કરે છે, પછી
અવસર મળતાં નિજસ્વભાવને પામીને અનુભવના માર્ગમાં લાગીને કર્મબંધનો
નાશકરે છે અને મુક્તિને પ્રાપ્ત થાય છે. ૩૧.
મિથ્યાદ્રષ્ટિ જીવ કર્મનો કર્તા છે. (દોહરા)
निसि दिन मिथ्याभाव बहु, धरै मिथ्याती जीव।
तातैं भावित करमकौ, करता कह्यौ सदीव।। ३२।।
શબ્દાર્થઃ– નિસિદિન=હંમેશાં. તાતૈં=તેથી. ભાવિત કરમ=રાગ-દ્વેષ-મોહ
આદિ. સદીવ=સદૈવ.
અર્થઃ– મિથ્યાદ્રષ્ટિ જીવ સદૈવ મિથ્યાભાવ રાખ્યા કરે છે, તેથી તે ભાવકર્મોનો
કર્તા છે.
ભાવાર્થઃ– મિથ્યાદ્રષ્ટિ જીવ પોતાની ભૂલથી પરદ્રવ્યોને પોતાના માને છે,
જેથી મેં આ કર્યું, આ લીધું, આ દીધું વગેરે અનેક પ્રકારના રાગાદિભાવ કર્યા કરે
છે, તેથી તે ભાવકર્મનો કર્તા થાય છે. ૩૨.
મિથ્યાત્વી જીવ કર્મનો કર્તા અને જ્ઞાની અકર્તા છે. (ચોપાઈ)
करै करमसोई करतारा।
जो जानैसौ जाननहारा।।
जो करता नहि जानै सोई।
जानै सो करता नहि होई।। ३३।।
_________________________________________________________________
विकल्पकः परं कर्त्ता विकल्पः कर्म केवलं।
नजातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति।। ५०।।
यः करोति स करोति केवलं यस्तु वेत्ति स तु वेत्तिकेवलं।
यः करोति न हि वेत्ति स क्वचित् यस्तु वेत्ति न करोति स क्वचित्।। ५१।।