કર્તા કર્મ ક્રિયાદ્વાર ૮૯
શબ્દાર્થઃ– પરોખ (પરોક્ષ)=ઈન્દ્રિય અને મન આશ્રિત જ્ઞાન.
વિરાજમાન=સુશોભિત. અદોખ(અદોષ)=નિર્દોષ. પોખ (પોષ) પોષક. ઠૌર=સ્થાન.
મોખ(મોક્ષ)=મુક્તિ.
અર્થઃ– દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બન્ને નય શ્રુતજ્ઞાન*છે અને શ્રુતજ્ઞાન
પરોક્ષ પ્રમાણ* છે, પણ શુદ્ધ પરમાત્માનો અનુભવ પ્રત્યક્ષ પ્રમાણ છે. તેથી અનુભવ
શોભનીય, નિર્દોષ, પ્રમાણ, ભગવાન, પુરુષ, પુરાણ, જ્ઞાન, વિજ્ઞાનધન, પરમસુખના
પોષક, પરમ, પવિત્ર એવાં બીજાં પણ અનંત નામોનો ધારક છે, અનુભવ સિવાય
બીજે કયાંય મોક્ષ નથી. ૩૦.
અનુભવના અભાવમાં સંસાર અને સદ્ભાવમાં મોક્ષ છે, એના ઉપર દ્રષ્ટાંત.
(સવૈયા એકત્રીસા)
जैसे एक जल नानारूप–दरबानुजोग,
भयौ बहु भांति पहिचान्यौ न परतु है।
फिरि काल पाइ दरबानुजोग दूरि होत,
अपनै सहज नीचे मारग ढरतु है।।
तैसैं यह चेतन पदारथ विभाव तासौं,
गति जोनि भेस भव–भावंरि भरतु है।
सम्यक सुभाइ पाइ अनुभौके पंथ धाइ,
बंधकी जुगतिभानि मुकति करतु है।। ३१।।
શબ્દાર્થઃ– દરવાનુજોગ=અન્ય વસ્તુઓનો સંયોગ, મેળાપ. ભેસ (વેષ)=રૂપ.
ભવ-ભાંવરિ=જન્મ-મરણરૂપ સંસારનું ચક્કર. ભાનિ=નષ્ટ કરીને.
_________________________________________________________________
* શ્રુતજ્ઞાનના અંશ છે. *નય અને પ્રમાણમાં અંશ-અંશીનો ભેદ છે.
दूरं भूरिविकल्पजालगहने भ्राभ्यन्निजैाघाच्च्युतो
दूरादेव विवेकनिम्नगमनान्नीतो निजौघं बलात्।
विज्ञानैकरसस्तदेकरसिनामात्मानमात्माहर–
न्नात्मन्यैव सदा गतानुगततामायात्ययं तोयवत्।। ४९।।