Natak Samaysar (Gujarati). Gatha: 30 (Karta Karma Kriya Dvar).

< Previous Page   Next Page >


Page 88 of 444
PDF/HTML Page 115 of 471

 

background image
૮૮ સમયસાર નાટક
ऐसै अविकलपी अजलपी अनंद रूपी,
अनादि अनंत गहि लीजै एक पलमैं।
ताकौ अनुभव कीजै परम पीयूष पीजै,
बंधकौ विलास डारि दीजै पुदगलमैं।। २९।।
શબ્દાર્થઃ– અવિકલપી=વિકલ્પરહિત. અજલપી=અહીં સ્થિરતાનો અર્થ છે.
ગહિ લીજૈ=ગ્રહણ કરો. પીયૂષ=અમૃત. વિલાસ=વિસ્તાર.
અર્થઃ– જેવી રીતે ઉત્તમ રત્નની જ્યોતિમાં ચમક ઉત્પન્ન થાય છે અથવા
જળમાં તરંગ ઊઠે છે અને તેમાં જ સમાઈ જાય છે, તેવી જ રીતે શુદ્ધ આત્મા,
પર્યાય અપેક્ષાએ ઊપજે અને નાશ પામે છે તથા દ્રવ્ય અપેક્ષાએ પોતાના સ્વરૂપમાં
સ્થિર રહે છે. એવા નિર્વિકલ્પ, નિત્ય, આનંદરૂપ, અનાદિ, અનંત, શુદ્ધ આત્માનું
તત્કાળ ગ્રહણ કરો. તેનો જ અનુભવ કરીને પરમ અમૃત-રસ પીઓ અને
કર્મબંધના વિસ્તારને પુદ્ગલમાં છોડી દો. ૨૯.
આત્માનુભવની પ્રશંસા (સવૈયા એકત્રીસા)
दरबकी नय परजायनय दोऊ,
श्रुतग्यानरूप श्रुतग्यान तो परोख है।
सुद्ध परमातमाकौ अनुभौ प्रगट तातैं,
अनुभौ विराजमान अनुभौ अदोखहै।।
अनुभौं प्रवांन भगवान पुरुष पुरान,
ग्यान औ विग्यानघन महा सुखपोख है।
परम पवित्र यौं अनंत नाम अनुभौके,
अनुभौविना न कहूं और ठौर मोख है।। ३०।।
_________________________________________________________________
आक्रामन्नविकल्पभावमचलं पक्षैर्नयानां विना
सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयम्।
विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान्
ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किंचनैकोऽप्ययम्।। ४८।।