Natak Samaysar (Gujarati). Gatha: 28-29.

< Previous Page   Next Page >


Page 87 of 444
PDF/HTML Page 114 of 471

 

background image
કર્તા કર્મ ક્રિયાદ્વાર ૮૭
સમ્યગ્જ્ઞાનથી આત્મસ્વરૂપની ઓળખાણ થાય છે. (સવૈયા એકત્રીસા)
जैसैं काहू बाजीगर चौहटै बजाइ ढोल,
नानारूप धरिकैंभगल–विद्या ठानी है।
तैसैं मैं अनादिकौ मिथ्यातकी तरंगनिसौं,
भरममैं धाइ बहु कायनिज मानी है।।
अब ग्यानकला जागी भरमकी द्रष्टि भागी,
अपनी पराई सब सौंज पहिचानी है।
जाकै उदै होत परवांन ऐसी भांति भई,
निहचै हमारी जोति सोई हम जानी है।। २८।।
શબ્દાર્થઃ– બાજીગર=ખેલ કરનાર. ચૌહટે=ચોકમાં. ભગલ વિદ્યા=છળકપટ.
ધાઈ=ભટકીને. કાય=શરીર. સૌંજ=વસ્તુ.
અર્થઃ– જેમ કોઈ તમાશગીર ચોકમાં ઢોલ વગાડે અને અનેક સ્વાંગ રચીને
ઠગવિદ્યાથી લોકોને ભ્રમમાં નાખી દે, તેવી જ રીતે હું અનાદિકાળથી મિથ્યાત્વના
ઝપાટાથી ભ્રમમાં ભૂલી રહ્યો અને અનેક શરીરોને અપનાવ્યાં. હવે જ્ઞાન જ્યોતિનો
ઉદય થયો જેથી મિથ્યાદ્રષ્ટિ ખસી ગઈ, બધી સ્વ-પર વસ્તુની ઓળખાણ થઈ અને
તે જ્ઞાનકળા પ્રગટ થતાં જ એવી અવસ્થા પ્રાપ્ત થઈ કે અમે અમારી મૂળ જ્ઞાન
જ્યોતિને ઓળખી લીધી. ૨૮.
જ્ઞાનીનો આત્માનુભવમાં વિચાર (સવૈયા એકત્રીસા)
जैसै महा रतनकी ज्योतिमैं लहरि उठै,
जलकी तरंग जैसैं लीन होय जलमैं।
तैसैं सुद्ध आतम दरब परजाय करि,
उपजै बिनसै थिर रहै निजथलमैं।।
_________________________________________________________________
इन्द्रजालमिदमेवमुच्छलत्पुष्कलोच्चलविकल्पवीचिभिः।
यस्य विस्फुरणमेव तत्क्षणं कृत्स्नमस्यति तदस्मि चिन्महः।। ४६।।
चित्स्वभावभरभावितभावाभावभावपरमार्थतयैकं।
बन्धपद्धतिमपास्य समस्तां चेतये समयसारमपारं।। ४७।।