Natak Samaysar (Gujarati). Gatha: 27 (Karta Karma Kriya Dvar).

< Previous Page   Next Page >


Page 86 of 444
PDF/HTML Page 113 of 471

 

background image
૮૬ સમયસાર નાટક
નયજ્ઞાન દ્વારા વસ્તુસ્વરૂપ જાણીને સમરસ ભાવમાં રહેનારાઓની પ્રશંસા.
(સવૈયા એકત્રીસા)
प्रथम नियत नय दूजी विवहार नय,
दुहूकौं फलावत अनंत भेद फलेहैं।
ज्यौं ज्यौं नय फलैं त्यौं त्यौं मनके कल्लोल फलैं,
चंचल सुभाव लोकालोकलौं उछले हैं।।
ऐसी नयकक्ष ताकौ पक्ष तजि ग्यानी जीव,
समरसी भए एकतासौं नहि टलेहैं।
महामोह नासि सुद्ध–अनुभौ अभ्यासि निज,
बल परगासि सुखरासि मांहि रले हैं।। २७।।
શબ્દાર્થઃ– નિયત=નિશ્ચય. ફલાવત=વિસ્તાર કરો તો. ફલે=ઊપજે.
કલ્લોલ=તરંગ. ઉછલે=વધે. કક્ષ=કક્ષા. પરગાસિ=પ્રગટ કરીને. રલે=મળે.
અર્થઃ– પહેલો નિશ્ચય અને બીજો વ્યવહારનય છે, એનો પ્રત્યેક દ્રવ્યના ગુણ-
પર્યાયોની સાથે વિસ્તાર કરવામાં આવે તો અનંત ભેદ થઈ જાય છે. જેમ જેમ
નયના ભેદ વધે છે તેમ તેમ ચંચળ સ્વભાવી ચિત્તમાં તરંગો પણ ઊપજે છે, જે
લોક અને અલોકના પ્રદેશોની બરાબર છે. જે જ્ઞાની જીવ આવી નયકક્ષાનો પક્ષ
છોડીને, સમતારસ ગ્રહણ કરીને, આત્મસ્વરૂપની એકતા છોડતા નથી, તેઓ મહા
મોહનો નાશ કરીને અનુભવના અભ્યાસથી નિજાત્મ બળ પ્રગટ કરીને, પૂર્ણ
આનંદમાં લીન થાય છે. ૨૭.
_________________________________________________________________
स्वेच्छासमुच्छलदनल्पविकल्पजाला
मेवं व्यतीत्य महती नयपक्षकक्षाम्।
अन्तर्बहिस्समरसैकरसस्वभावं
स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रम्।। ४५।।