કર્તા કર્મ ક્રિયાદ્વાર ૮પ
જીવ નિશ્ચયનયથી અકર્તા અને વ્યવહારથી કર્તા છે.
(સવૈયા એકત્રીસા)
विवहार–द्रष्टिसौं विलोकत बंध्यौसौ दीसै,
निहचै निहारत न बांध्यौ यहकिनिहीं।
एक पच्छ बंध्यौ एक पच्छसौं अबंध सदा,
दोऊ पच्छ अपनैं अनादिधरे इनिहीं।।
कोऊ कहै समल विमलरूप कोऊ कहै,
चिदानंद तैसौईबखान्यौ जैसौ जिनिहीं।
बंध्यौ मानै खुल्यौ मानै दोऊ नैको भेद जानै,
सोई ग्यानवंत जीव तत्त्व पायौ तिनिहीं।। २६।।
શબ્દાર્થઃ– વિલોકત=જોવાથી. નિહારત=દેખવાથી. અબંધ=મુક્ત. બંધ્યો=બંધ
સહિત. તૈસોઈ=તેવો જ. ખુલ્યૌ=બંધ રહિત.
અર્થઃ– વ્યવહારનયથી જુઓ તો આત્મા બંધાયેલો દેખાય છે, નિશ્ચય દ્રષ્ટિથી
જુઓ તો એ કોઈથી બંધાયેલો નથી. એક નયથી બંધાયેલો અને એક નયથી સદા
અબંધ-ખૂલો રહેલો છે. આવા આ પોતાના બન્ને પક્ષ અનાદિકાળથી ધારણ કરેલા
છે. એક નય કર્મ સહિત અને એક નય કર્મ રહિત કહે છે, તેથી જે નયથી જેવો
કહ્યો છે તેવો છે. જે બંધાયેલો અને ખુલ્લો બન્નેય વાતોને માને છે અને બન્નેનો
અભિપ્રાય સમજે છે, તે જ સમ્યગ્જ્ઞાની જીવનું સ્વરૂપ જાણે છે.૨૬.
_________________________________________________________________
एकस्य बद्धो न तथा परस्य चिति द्वयोर्द्वावितिपक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। २५।।
નોટઃ– આ શ્લોકથી આગળ ૪૪મા શ્લોક સુધીના શ્લોકમાં એક શબ્દનો ફરક છે, બાકીના બધા જ
શ્લોકો આ જ જાતના છે. જેવી રીતે આમાં ‘બદ્ધો’છે તે આગલા શ્લોકોમાં ‘બદ્ધો’ના સ્થાનમાં
‘મૂઢો’, ‘રક્તો’, ‘દ્રુષ્ટો’ છે. તેથી આ ૧૯ શ્લોક આપવામાં આવ્યા નથી. બધા શ્લોકોનો એક જ
આશય થાય છે.