૮૪ સમયસાર નાટક
દંડ, ચક્ર, દોરી, કુંભાર વગેરે બાહ્ય નિમિત્ત છે તેવી જ રીતે લોકમાં
પુદ્ગલપરમાણુઓના દળ કર્મવર્ગણારૂપ થઈને જ્ઞાનાવરણીય વગેરે જાતજાતની
અવસ્થાઓમાં ભ્રમણ કરે છે, તેને મિથ્યાદ્રષ્ટિ જીવ બાહ્ય નિમિત્ત છે. જે સંશય
આદિથી* અજ્ઞાની હોય છે, તેને શરીર આદિમાં અહંબુદ્ધિ હોવાથી તે પુદ્ગલપિંડ
કર્મરૂપ થઈ જાય છે. ૨૪.
જીવને અકર્તા માનીને આત્મધ્યાન કરવાનો મહિમા.
(સવૈયા તેવીસા)
जे न करैं नयपच्छ विवाद,
धरैं न विखाद अलीक न भाखैं।
जे उदवेग तजैं घट अंतर,
सीतल भाव निरंतर राखैं।।
जे न गुनी–गुन–भेद विचारत,
आकुलता मनकी सब नाखैं।
ते जगमैं धरि आतम ध्यान,
अखंडित ग्यान–सुधारसचाखैं।। २५।।
શબ્દાર્થઃ– વિવાદ=ઝઘડો. વિખાદ (વિષાદ)=ખેદ. અલીક=જૂઠ.
ઉદ્વેગ=ચિંતા. સીતલ (શીતલ)=શાંત. નાખૈં=છોડે. અખંડિત=પૂર્ણ.
અર્થઃ– જે નયવાદના ઝગડાથી રહિત છે, અસત્ય, ખેદ, ચિંતા, આકુળતા
આદિને હૃદયમાંથી દૂર કરે છે અને હંમેશાં શાંતભાવ રાખે છે, ગુણ-ગુણીના ભેદ-
વિકલ્પ પણ નથી કરતા, તેઓ સંસારમાં આત્મધ્યાન ધારણ કરીને પૂર્ણ જ્ઞાનામૃતનો
સ્વાદ લે છે. ૨પ.
_________________________________________________________________
* સંશય, વિમોહ અને વિભ્રમ એ જ્ઞાનના દોષ છે.
य एवमुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसन्ति नित्यं।
विकल्पजालच्युतशान्तचित्तास्त एव साक्षादमृतं पिबन्ति।। २४।।