૧૦૦ સમયસાર નાટક
શિષ્ય–ગુરુના પ્રશ્નોત્તર (સવૈયા એકત્રીસા)
सिष्य कहै स्वामी तुम करनी असुभ सुभ,
कीनी है निषेध मेरे संसै मन मांही है।
मोखके सधैया ग्याता देसविरती मुनीस,
तिनकी अवस्था तौ निरावलंब नांही है।।
कहै गुरु करमकौ नास अनुभौ अभ्यास,
ऐसौ अवलंब उनहीकौउन पांही है।
निरुपाधि आतम समाधि सोई सिवरूप,
और दौर धूप पुदगल परछांही है।। ८।।
શબ્દાર્થઃ– સંસૈં(સંશય)=સંદેહ. દેસવિરતી=શ્રાવક. મુનીસ=સાધુ.
નિરાવલંબન=નિરાધાર. સમાધિ=ધ્યાન.
અર્થઃ– શિષ્ય કહે છે કે હે સ્વામી ! આપે શુભ-અશુભ ક્રિયાનો નિષેધ કર્યો
તો મારા મનમાં સંદેહ છે, કેમકે મોક્ષમાર્ગી જ્ઞાની અણુવ્રતી શ્રાવક અથવા મહાવ્રતી
મુનિ તો નિરાવલંબી નથી હોતા અર્થાત્ દાન, સમિતિ, સંયમ, આદિ શુભક્રિયા કરે
જ છે. ત્યાં શ્રીગુરુ ઉત્તર આપે છે કે કર્મની નિર્જરા અનુભવના અભ્યાસથી છે તેથી
તેઓ પોતાના જ જ્ઞાનમાં સ્વાત્માનુભવ કરે છે, રાગ-દ્વેષ-મોહ રહિત નિર્વિકલ્પ
આત્મધ્યાન જ મોક્ષરૂપ છે, એના વિના બીજું બધું ભટકવું પુદ્ગલ જનિત છે.
ભાવાર્થઃ– શુભ ક્રિયા સમિતિ-વ્રત આદિ આસ્રવ જ છે, એનાથી સાધુ કે
શ્રાવકને કર્મ-નિર્જરા થતી નથી, નિર્જરા તો આત્માનુભવથી થાય છે.*૮.
_________________________________________________________________
‘येनांशेन सुद्रष्टिस्तेनांशेनास्य बन्धनं नास्ति।
येनांशेन तु रागस्तेनांशेनास्यबन्धनं भवति।। ઇત્યાદિ (પુરુષાર્થ સિદ્ધિ)
निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल
प्रवृत्ते नैष्कर्म्ये न खलु मुनयः सन्त्यशरणाः।
तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं
स्वयं विन्दन्त्येते परमममृतं तत्र निरताः।। ५।।