અવ્રતની દશામાં જે નિરાસ્રવ કહ્યા છે તેનો અભિપ્રાય એ છે કે અનંત સંસારનું મૂળ
કારણ મિથ્યાત્વ અને તેની સાથે અનુબંધ કરનારી અનંતાનુબંધી ચોકડીનો ઉદય
સમ્યકત્વની દશામાં રહેતો નથી તેથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી જનિત
એકતાળીસ પ્રકૃતિઓનો તો સંવર જ રહે છે, બાકીની પ્રકૃતિઓનો બહુ જ ઓછા
અનુભાગ અથવા સ્થિતિવાળો બંધ થાય છે અને ગુણશ્રેણિ નિર્જરા શરૂ થાય છે
તેથી અજ્ઞાનીના સિત્તેર ક્રોડાક્રોડી સાગર-પ્રમાણ અને તીવ્રતમ અનુભાગની સામે
જ્ઞાનીનો આ બંધ કોઈ ગણતરીમાં નથી, તેથી જ્ઞાનીઓને નિરાસ્રવ કહ્યા છે.
વાસ્તવમાં મિથ્યાત્વ જ આસ્રવ છે અને તે સમ્યકત્વના ઉદયમાં નથી રહેતું. આસ્રવ
વિભાવ-પરિણતિ છે, પુદ્ગલમય છે, પુદ્ગલજનિત છે, આત્માનો નિજ-સ્વભાવ
નથી, એમ જાણીને જ્ઞાનીઓ પોતાના સ્વરૂપમાં વિશ્રામ લે છે અને અતુલ, અખંડ,
અવિચળ, અવિનાશી, ચિદાનંદરૂપ સમ્યગ્દર્શનને નિર્મળ કરે છે.