Natak Samaysar (Gujarati). Paanchma adhikaarno saar.

< Previous Page   Next Page >


Page 119 of 444
PDF/HTML Page 146 of 471

 

background image
આસ્રવ અધિકાર ૧૧૯
શબ્દાર્થઃ– પરગાસ=પ્રકાશ. તરસ (ત્રાસ)=કષ્ટ. પ્રતિબિંબિત=ઝળકે છે.
વાની=વચન પરસ=પ્રવેશ=પહોંચ. અતુલ=અનુપમ.
અર્થઃ– જેના પ્રકાશમાં રાગ-દ્વેષ-મોહ રહેતા નથી, આસ્રવનો અભાવ થાય
છે, બંધનો ત્રાસ મટી જાય છે, જેમાં સમસ્ત પદાર્થોના ત્રિકાળવર્તી અનંત ગુણ-
પર્યાય ઝળકે છે અને જે પોતે સ્વયં અનંતાનંત ગુણપર્યાયની સત્તા સહિત છે, એવો
અનુપમ, અખંડ, અચળ, નિત્ય, જ્ઞાનનું નિધાન ચિદાનંદ જ સમ્યગ્દર્શન છે.
ભાવશ્રુતજ્ઞાન-પ્રમાણથી પદાર્થનો વિચાર કરવામાં આવે તો તે અનુભવગમ્ય છે અને
દ્રવ્યશ્રુત અર્થાત્ શબ્દશાસ્ત્રથી વિચારવામાં આવે તો વચનથી કહી શકાતું નથી. ૧પ.
એ પ્રમાણે આસ્રવ અધિકાર પૂર્ણ થયો. પ.
પાંચમા અધિકારનો સાર
રાગ-દ્વેષ-મોહ તો ભાવાસ્રવ છે અને અશુદ્ધ આત્મા દ્વારા કાર્મણવર્ગણારૂપ
પુદ્ગલપ્રદેશોનું આકર્ષિત થવું તે દ્રવ્યાસ્રવ છે. આ દ્રવ્યાસ્રવ અને ભાવાસ્રવથી રહિત
સમ્યગ્જ્ઞાન છે. સમ્યગ્દર્શનનો ઉદય થતાં જ જીવનું વર્તમાન જ્ઞાન સમ્યગ્જ્ઞાન કહેવાય
છે, આ સમ્યગ્જ્ઞાનની દશામાં આસ્રવનો અભાવ છે. સમ્યગ્જ્ઞાની અવ્રતી પણ કેમ ન
હોય, તોપણ તેમને આસ્રવ નથી થતો, એનું કારણ એ છે કે અંતરંગમાં
સમ્યગ્દર્શનનો ઉદય થવાથી તેઓ શરીર આદિમાં અહંબુદ્ધિ રાખતા નથી અને વિષય
આદિમાં તલ્લીન થતા નથી. જોકે બાહ્યદ્રષ્ટિથી લોકોના જોવામાં મિથ્યાદ્રષ્ટિ જીવો
અને અવ્રતી સમ્યગ્દ્રષ્ટિઓના વિષય-ભોગ, પરિગ્રહ-સંગ્રહ આદિની પ્રવૃત્તિ
એકસરખી દેખાય છે પરંતુ બન્નેના પરિણામોમાં મોટો તફાવત હોય છે,
અજ્ઞાનીઓની શુભ-અશુભ ક્રિયા ફળની અભિલાષા સહિત હોય છે અને જ્ઞાની
જીવોની શુભાશુભ ક્રિયા ફળની અભિલાષાથી રહિત હોય છે, તેથી અજ્ઞાનીઓની
ક્રિયા આસ્રવનું કારણ અને જ્ઞાનીઓની ક્રિયા નિર્જરાનું કારણ થાય છે. જ્ઞાન-
વૈરાગ્યનો એવો જ મહિમા છે. જેવી રીતે રોગી અભિરુચિ ન હોવા છતાં પણ
ઔષધિનું સેવન કરે છે અને ઘણા લોકો શોખ માટે શરબત, મુરબ્બા વગેરે ચાખે
છે, તેવી જ રીતે જ્ઞાનીઓના ઉદયની બળજોરીથી આસક્તિ રહિત ભોગવેલ
ભોગોમાં અને મોજ માટે ગૃદ્ધિ-સહિત અજ્ઞાનીઓના ભોગોમાં