Natak Samaysar (Gujarati). Gatha: 10 (Samvar Dvar).

< Previous Page   Next Page >


Page 127 of 444
PDF/HTML Page 154 of 471

 

background image
સંવર દ્વાર ૧૨૭
અર્થઃ– સમ્યગ્દ્રષ્ટિરૂપ ધોબી, ભેદવિજ્ઞાનરૂપ સાબુ અને સમતારૂપ નિર્મળ
જળથી આત્મગુણરૂપ વસ્ત્રને સાફ કરે છે. ૯.
ભેદવિજ્ઞાનની ક્રિયામાં દ્રષ્ટાંત (સવૈયા એકત્રીસા)
जैसे रजसोधा रज सोधिकैं दरब काढ़ै,
पावक कनक काढ़ि दाहत उपलकौं।
पंकके गरभमैं ज्यौं डारिये कतक फल,
नीर करैउज्जल नितारि डारै मलकौं।।
दधिकौ मथैया मथि काढ़ै जैसे माखनकौं
राजहंस जैसैं दूध पीवै त्यागि जलकौं।
तैसैं ग्यानवंत भेदग्यानकी सकति साधि,
वेदै निजसंपति उछेदै पर–दलकौं।। १०।।
શબ્દાર્થઃ– રજ=ધૂળ. દ્રરબ (દ્રવ્ય)=સોનું, ચાંદી. પાવક=અગ્નિ. કનક =સોનું.
દાહત=બાળે છે. ઉપલ=પત્થર. પંક=કાદવ. ગરભ=અંદર. કતક ફલ=નિર્મળી.
વેદૈ=અનુભવ કરે. ઉછેદૈ (ઉચ્છેદૈ)=ત્યાગ કરે. પર-દલ=આત્મા સિવાય ના બીજા
પદાર્થો.
અર્થઃ– જેવી રીતે ધૂળધોયો ધૂળ શોધીને સોનું-ચાંદી ગ્રહણ કરે છે, અગ્નિ
ધાતુને ગાળીને સોનું જુદું પડે છે, કાદવમાં નિર્મળી નાખવાથી તે પાણીને સાફ કરીને
મેલ દૂર કરી દે છે, દહીંનું મંથન કરનાર દહીં મથીને માખણ કાઢી લે છે, હંસ દૂધ
પી લે છે અને પાણી છોડી દે છે; તેવી જ રીતે જ્ઞાનીઓ ભેદવિજ્ઞાનના બળથી
આત્મ-સંપદા ગ્રહણ કરે છે અને રાગ-દ્વેષ આદિ અથવા પુદ્ગલાદિ
_________________________________________________________________
भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भा–
द्रागग्रामप्रलयकरणात्कर्म्मणां संवरेण।
बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं
ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्चतोद्योतमेतत्।। ८।।
इति संबराधिकारः।। ६।।