નિર્જરા દ્વાર ૧૩૧
જ્ઞાન–વૈરાગ્યના બળથી શુભાશુભ ક્રિયાઓથી પણ બંધ થતો નથી.
(દોહરા)
महिमा सम्यकज्ञानकी, अरु विरागबल जोइ।
क्रिया करत फल भुंजतैं, करम बंध नहि होइ।। ३।।
શબ્દાર્થઃ– મહિમા=પ્રભાવ. અરુ=અને. ભુંજતૈં=ભોગવતા.
અર્થઃ– સમ્યગ્જ્ઞાનના પ્રભાવથી અને વૈરાગ્યના બળથી શુભાશુભ ક્રિયા કરવા
છતાં અને તેનું ફળ ભોગવવા છતાં પણ કર્મબંધ થતો નથી. ૩.
ભોગ ભોગવવા છતાં પણ જ્ઞાનીઓને કર્મકાલિમા લાગતી નથી.
(સવૈયા એકત્રીસા)
जैसैं भूप कौतुक सरूप करै नीच कर्म,
कौतुकी कहावै तासौं कौन कहै रंकहै।
जैसैं विभचारिनी विचारै विभचार वाकौ,
जारहीसौं प्रेम भरतासौं चित्त बंकहै।।
जैसैं धाइ बालक चुँघाइ करै लालिपालि,
जानै ताहि औरकौ जदपि वाकै अंक है।
तैसैं ग्यानवंत नाना भांति करतूति ठानै,
किरियाकौं भिन्न मानैयाते निकलंक है।। ४।।
શબ્દાર્થઃ– ભૂપ=રાજા. કૌતુક=ખેલ. નીચ કર્મ=હલકું કામ. રંક=કંગાલ.
વાકૌ=તેનું. જાર (યાર) મિત્ર. ભરતા =પતિ. બંક=વિમુખ. ચુંઘાઈ=પિવડાવીને.
લાલિપાલિ=લાલનપાલન. અંક=ગોદ. નિકલંક=નિર્દોષ.
અર્થઃ– જેવી રીતે રાજા ખેલરૂપ હલકું કામ*કરે તો પણ તે ખેલાડી પુરુષ
કહેવાય છે, તેને કોઈ ગરીબ નથી કહેતું અથવા જેવી રીતે વ્યભિચારિણી સ્ત્રી
_________________________________________________________________
* ગધેડા ઉપર ચઢવું વગેરે.
तज्ज्ञानस्यैव सामर्थ्यंविरागस्यैव वा किल।
यत्कोऽपि कर्मभिः कर्म भुञ्जानोऽपि न बध्यते।। २।।