૧૩૨ સમયસાર નાટક
પતિની પાસે રહે તોપણ તેનું ચિત્ત યારમાં જ રહે છે-પતિ ઉપર પ્રેમ રહેતો નથી
અથવા જેવી રીતે ધાવ બાળકને દૂધ પીવડાવે, લાલન-પાલન કરે, અને ગોદમાં લે
છે તોપણ તેને બીજાનો જાણે છે, તેવી જ રીતે જ્ઞાની જીવ ઉદયની પ્રેરણાથી*
જાતજાતની શુભાશુભ ક્રિયા કરે છે પરંતુ તે ક્રિયાને આત્મસ્વભાવથી ભિન્ન
કર્મજનિત માને છે, તેથી સમ્યગ્જ્ઞાની જીવને કર્મકાલિમા લાગતી નથી. ૪. વળી,
जैसैं निसि वासर कमल रहै पंकहीमैं,
पंकज कहावै पै न वाकै ढिग पंकहै।
जैसैं मंत्रवादी विषधरसौं गहावै गात,
मंत्रकी सकति वाकै विना–विष डंक है।।
जैसैं जीभ गहै चिकनाई रहै रूखे अंग,
पानीमैं कनक जैसैं काईसौंअटंकहै।
तैसैं ग्यानवंत नानभांति करतूति ठानै,
किरियाकौ भिन्न मानै यातै निकलंकहै।। ५।।
શબ્દાર્થઃ– નિસિ (નિશિ)=રાત્રિ. વાસર=દિવસ. પંક=કાદવ. પંકજ=કમળ.
વિષધર=સાપ. ગાત=શરીર. કાઈ= કાટ.અટંક=રહિત.
અર્થઃ– જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે અને રાત-દિવસ કાદવમાં રહે છે
પરંતુ તેના ઉપર કાદવ ચોંટતો નથી અથવા જેમ મંત્રવાદી પોતાના શરીર ઉપર સાપ
દ્વારા ડંખ દેવડાવે છે પણ મંત્રની શક્તિથી તેના ઉપર વિષ ચડતું નથી અથવા જેમ
જીભ ચીકણા પદાર્થ ખાય છે પણ ચીકણી થતી નથી, લૂખી રહે છે અથવા જેમ
સોનું પાણીમાં પડયું રહે તોપણ તેના પર કાટ લાગતો નથી; તેવી જ રીતે જ્ઞાની
જીવ ઉદયની પ્રેરણાથી જાતજાતની શુભાશુભ ક્રિયાઓ કરે છે. પરંતુ તેને
આત્મસ્વભાવથી ભિન્ન કર્મજનિત માને છે તેથી સમ્યગ્જ્ઞાની જીવને કર્મકાલિમા
લાગતી નથી. પ.
_________________________________________________________________
* ગૃહવાસી તીર્થંકર, ભરત ચક્રવર્તી, રાજા શ્રેણિક વગેરેની જેમ.